Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

બ્લેસિંગ ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર દ્વારા ઓપન નેશનલ કોન્ફરન્સ અને યોગાસન સ્પોર્ટ ચેમ્પિયનશિપ કાર્યક્રમ

જામનગર તા.૧૦: , બ્લેસિંગ ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર દ્વારા ઓપન નેશનલ કોન્ફરન્સ અને યોગાસન સ્પોર્ટ ચેમ્પિયનશિપ કાર્યક્રમ કુંવરબાઈ ધર્મશાળામાં યોજાયો હતો. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. આ તકે પુષ્પગુચ્છ તથા સાલ ઓઢાડી મંત્રીશ્રી તથા મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ તકે મંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે, યોગાએ જીવન માટે ખૂબ જ જરૂરી છે. શરીર માટે, તણાવ માટે, માનસિક શાંતિ માટે પણ યોગા ખુબ જ જરૂરી છે. યોગ ક્ષેત્ર, ભણતર કે બિઝનેસ ક્ષેત્ર હોય, દરેકમાં ભાગ લેવો ખૂબ જ જરૂરી છે. તેઓશ્રીએ બ્લેસિંગ ચેરીટેબલ ટ્રસ્ટ તથા તમામ આયોજકોને અભિનંદન આપ્યા હતા. ઓપન નેશનલ કોન્ફરન્સ અને યોગાસનો સ્પોર્ટ ચેમ્પિયનશિપના ૨ દિવસનો કાર્યક્રમ અલગ-અલગ ચાર રાજયો અને બે કેન્દ્રશાસિત પ્રદેશના લોકો તેમજ ગુજરાત રાજયમાં દરેક શહેરના આશરે ૩૦૦ થી ૪૦૦  લોકોએ ભાગ લીધો છે. જેમાં ૭૫ ટકા સ્પર્ધકો ગોલ્ડ મેડાલિસ્ટ છે. મંત્રીશ્રીના શુભ હસ્તે જુદી જુદી સ્પર્ધાઓના વિજેતાઓને ઇનામ વિતરણ, મેડલ તથા શિલ્ડ આપવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં બ્લેસિંગ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો, યોગ શિક્ષકો, જજો તેમજ મોટી સંખ્યામાં યોગવિરો ઉપસ્થિત રહ્યાં હતા.

(1:15 pm IST)