Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

સુરેન્દ્રનગરમાં આંગડીયા લૂંટના આરોપીઓ ૪૮ કલાક બાદ પણ પોલીસ પકડથી દૂર

વઢવાણ તા. ૧૦ : સુરેન્દ્રનગર જિલ્લાના જુના આંગડીયા તરીકે પ્રખ્યાત બનેલા અને સુરેન્દ્રનગર મધ્યમાં આવેલું રોડ ઉપર આવેલા પટેલ માધવલાલ નામની આંગડિયા પેઢીમાં શનિવારે બપોરના સમયે ૨ અજાણ્યા શખ્સો દ્વારા પટેલ માધવલાલ નામની આંગડીયા પેઢીની ઓફિસમાં જઇને ત્યાં ઓફિસમાં બેઠેલા આંગડિયા પેઢીના કર્મચારી અરજણભાઈ રબારી ઉપર બોથડ પદાર્થ વડે હુમલો કરી ગંભીર રીતે ઇજા પહોંચાડી હતી.

પટેલ માધવ લાંબી આંગળી આ પેઢીના કર્મચારી અરજણભાઇ રબારીએ ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બે શખ્સો દ્વારા અરજણભાઈ પર ખૂની હુમલો કરવામાં આવ્યો હતો એટલું જ નહીં પણ આંગડિયા પેઢીમાં પડેલા નાણાંની પણ ઉઠાંતરી કરીને બન્ને શખ્સો ફરાર બન્યા છે.

બન્ને શખ્સો હુમલો કરતા હોય તેવા વિડીયો સીસીટીવી ફુટેજમાં કેદ થયા છે ત્યારે ઘટનાના ત્રણ કલાક બાદ પણ પોલીસ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા એક પ્રકારે લોકોમાં રોષની લાગણી ઊભી થઈ છે ત્યારે હાલ અરજણભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસની સતત નબળી કામગીરી છેલ્લા અનેક સમયથી સામે આવી રહી છે ત્યારે બપોરના સમયે અને સુરેન્દ્રનગર જિલ્લાના ભરચક રોડ તરીકે ગણાતા એન રોડ ઉપર આવેલી જાણીતા આંગડિયા પેઢી પટેલ માધવલાલ આંગડિયા પેઢીમાં બે શખ્સો દ્વારા આંગડીયા પેઢીના કર્મચારીને માર મારી લૂંટ ચલાવવાનો બનાવ સામે આવ્યો છે.

આ બનાવના પગલે સુરેન્દ્રનગર જિલ્લા એલ.સી.બી એસ.ઓ.જી અને ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ મથકના પી.એસ.આઇ પી.આઈ ઘટનાસ્થળે ધામા નાખ્યા છે ત્યારે આ તમામ ફોર્સની પોલીસ દ્વારા બન્ને આરોપીઓના આજુબાજુમાં આવેલા દુકાનોમાંથી સીસીટીવી ગોતવામાં જ મસ્ત રહ્યા હતા. જિલ્લામાં આવો મોટો બનાવ બનવા છતાં પણ નાકાબંધી કરવામાં ન આવતા આ બંને લુંટારૂ નાસી છૂટયા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં શનિવારે બપોરના સમયે સુરેન્દ્રનગર જિલ્લાની જૂની અને જાણીતી આંગડીયા પેઢી પટેલ માધવલાલ મગનલાલ લૂંટારૂઓ પ્રવેશ મેળવ્યા બાદ કર્મચારી પર ખૂની હુમલો કરીને ૧.૫૦ લાખથી વધુની રકમની ઉઠાંતરી કરીને ફરાર બન્યા છે ત્યારે આ ઘટનાને આજે ૪૮ કલાક થઈ ગયા છે છતાં પણ હજી આરોપીઓ અને લુટારુઓ પોલીસ પકડથી દૂર છે ત્યારે પોલીસની સતત નબળી કામગીરી સામે આવી છે.

(1:13 pm IST)