Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

લીંબડી - સાયલાના કોંગ્રેસના ધારાસભ્યનો ધાર્મિક પ્રસંગે ધૂણતા હોય તેવો વિડીયો વાયરલ

વઢવાણ,તા.૧૦: લીંબડી-સાયલા વિધાનસભા મતવિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય સોમાભાઈ પટેલનો ધાર્મિક પ્રસંગે ધુણતો વિડીયો વાયરલ થતાં અનેક ચર્ચાઓ વહેતી થવાં લાગી હતી.

આ અંગે વાયરલ મીડીયામાં જણાઈ આવ્યાં મુજબ લીંબડી-સાયલા વિધાનસભા મતવિસ્તારનાં કોંગ્રેસના ધારાસભ્ય સોમાભાઈ પટેલ ધાર્મિક કાર્યક્રમમાં જાહેર સ્ટેજ પર ધુણતાં નજરે પડી રહ્યાં છે તેમજ પોતાની પાસે રહેલ લોખંડની સાકળની મદદથી ધુણતાં હોવાનું વાયરલ વિડીયોમાં નજરે પડયું હતું જયારે આ વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયાં બાદ અનેક ચર્ચાઓ વહેતી થવાં લાગી હતી જયારે લોકમુખે થતી ચર્ચા મુજબ બે-ત્રણ દિવસ પહેલા માતાજીના માંડવાના ધાર્મિક પ્રસંગનો આ વિડીયો હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે લીંબડી મત વિસ્તારનાં ધારાસભ્ય સોમાભાઈ પટેલનો આજ પ્રકારે સ્ટેજ પર ધુણતો વિડીયો અગાઉ પણ સોશ્યલ મીડીયામાં વાયરલ થયો હતો અને અનેક ચર્ચાઓ વહેતી થવાં લાગી હતી ત્યારે ફરી કોઈ ધાર્મિક પ્રસંગે ધારાસભ્ય પોતે ધુણતાં હોવાનો વિડીયો વાયરલ થયો છે તેમજ કોંગ્રેસના ધારાસભ્ય પોતાના મતવિસ્તારમાં ઓછા દેખાય છે પરંતુ આવા ધાર્મિક કાર્યક્રમોમાં તેમની હાજરી અચુક જોવા મળતી હોવાનો પણ લોકોએ આક્ષેપ કર્યો હતો. જો કે વાયરલ વિડીયો કયાં તાલુકાનો છે અને કયારનો છે તે અંગે હજુ સુધી કોઈ પુષ્ટી થવાં પામી નહોતી.

આ અંગે સોમાભાઇ પટેલનો મોબાઇલ ઉપર સંપર્ક કરવા પ્રયાસ કરાયો હતો. પરંતુ તેઓ મળી શકયા ન હતા.

(1:12 pm IST)