Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

માધવપુરના રાષ્ટ્રીયકક્ષાના મેળાની તૈયારીઓ : દબાણ હટાવની કામગીરી

કેન્દ્રની સર્વે ટીમ આવી : મેળા મેદાન પાસે પરવાનગી વિનાના બાંધકામો - કેબીનો તથા દરિયાકાંઠે દબાણો દુર કરવાની કામગીરી સામે લોકોમાં રોષ

પોરબંદર તા. ૧૦ : માધવપુર ઘેડના જગવિખ્યાત લોકો મેળાનું રાષ્ટ્રીય કક્ષાએ આયોજન થઇ રહ્યું છે. આ આયોજન હેઠળ ૨જી એપ્રિલના યોજાનાર હેઠળ ભાતીગળ મેળાની તડામાર તૈયારી અત્યારથી શરૂ થઇ છે. મેળા સ્થળે કેન્દ્રની સર્વે ટીમ આવી છે. મેળા મેદાનમાં નડતરરૂપ દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જે સામે સ્થાનિક લોકોમાં રોષ વ્યાપી ગયેલ છે.

માધવપુરના રાષ્ટ્રીય કક્ષાના આયોજનને લઇ પોરબંદર સહિત વિસ્તારોને સજ્જ કરવા ગુજરાત સરકારના સેક્રેટરી શ્રી નિવાસન કેન્દ્રની સર્વે ટીમ સાથે હાજર રહેલ હતા.

મેળા મેદાનમાં તથા નજીકમાં પરવાનગી વિના'ના બાંધકામો, કેબીન તથા ખાણીપીણીના કેટલાક સ્થળે ઉભા થઇ ગયેલ ધાબા હટાવવાની કામગીરી દુર કરવામાં આવી રહેલ છે. માધવપુરમાં રૂક્ષ્મણી વિવાહ મહોત્સવને લઇ આ પ્રાચીન માધવપુરનો લોકમેળો યોજાય છે. આ વર્ષે રાષ્ટ્રીય કક્ષાનો માધવપુરનો મેળો જાહેર થયેલ છે અને તેના પગલે દબાણો દુર હટાવવા સહિત કામગીરી થઇ રહી છે. માધવપુર મેળાની જોરશોરથી તૈયારીને લીધે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ મેળામાં હાજરી આપે તેવી સંભાવના વધી છે.  સૌરાષ્ટ્રમાં માધવપુરનો ભાતીગળ મેળો, જૂનાગઢનો શીવરાત્રી મેળો, તરણેતરનો મેળો તથા રાજકોટ અને પોરબંદરના જન્માષ્ટમી મેળા જાણીતા છે.

(1:09 pm IST)