Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

કોટડાસાંગાણીના અરડોઇ ગામે સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી આરઆર સેલે વિદેશી દારૂ ઝડપી લીધો

કોટડાસાંગાણી તા. ૧૦ : કોટડાસાંગાણીના અરડોઈ ગામે સ્થાનિક પોલીસને ઉંઘતી આર આર સેલે દરોડો પાડિ અવાવરૂ મકાનમાથી વિદેશી દારૂનો જથ્થો જડપી પાડ્યો છે.

કોટડાસાંગાણી સહીત તાલુકામાં છાસવારે બહારની પોલીસ સ્થાનિક પોલીસને ઉંઘતી રાખીને દરોડા પાડવા લાગી છેઙ્ગ એક બાદ એક દરોડાથી જાણે સ્થાનિક પોલીસ શરમમા પણ ન મુકાતી હોઈ તેમ લાગી રહ્યુ છે. જેમા પાંચ મહીનાથી સતત બહારની પોલીસના ત્રીજા દરોડાથી સ્થાનિક પોલીસની શાખ દાવ પર લાગી છે.

પાંચ માસ પુર્વે વિજીલન્સ ટીમે દેશી દારૂની આધુનિક રીતે ચાલતી ભઠ્ઠિઓ જડપી હતી. ત્યારબાદ ફરી એક વખત એલસીબી ટીમે પણ દેશીની ભઠ્ઠિઓ પર તવાઈ બોલાવ્યા બાદ ફરી એક વખતઙ્ગ આરઆરસેલના મદનસીંહ ચૌહાણ કે કે ચુડાસમા દિગ્વિજયસીંહ ઝાલા. સહીતનાઓએ ચોક્કસ બાતમીના સાંજના સુમારે તાલુકાના અરડોઈના યુવરાજ દિલીપ ડાંગરે. મહેશ રવિશંકરના અવાવરૂ મકાનમા દારૂનો જથ્થો છુપાવ્યાની બાતમીના આધારે રેડ કરી રોયલ ચેલેન્જ તેમજ પાર્ટી સ્પેશિયલ મળી ૧૧૩ બોટલઙ્ગ ૪૮૪૮૦નો મુદ્દામાલ કબ્જે કરી સ્થાનીક પોલીસને સોપ્યો હતો.

(12:14 pm IST)