Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

ઉનાની બીએસએનએલના ૩૭થી વધુ કર્મચારીઓની સ્વૈચ્છીક નિવૃતિઃ ગ્રાહક સેવા કેન્દ્રમાં અલીગઢી તાળા

ટેલીફોન કચેરીમાં કામગીરી ઠપ્પઃ ગ્રાહકોને બીલ ભરવામાં મુશ્કેલી

 ઉના તા. ૧૦ :.. ભારત સંચાર નિગમનાં ગ્રાહક સેવા કેન્દ્રમાં અલીગઢના તાળા લાગી જતા ગ્રાહકોને ટેલીફોન બીલ ભરવા પડતી મુશ્કેલી પડી રહી છે. ૩૭ થી વધુ બીએસએનએલના કર્મચારીઓ સ્વૈચ્છીક નિવૃત થતા ઉનાની કચેરીમાં કામગીરી ઠપ્પ પડી ગયેલ છે. કચેરીને તાળા મારી દેવામાં આવ્યા છે.

તાજેતરમાં ૩૧ જાન્યુઆરી ર૦ર૦ નાં ઉનાની ભારતીય સંચાર નિગમ લીમીટેડમાં ૩૭ થી વધુ કર્મચારીઓ સ્વૈચ્છીક નિવૃતી લઇ છૂટા થઇ જતાં ઉના શહેરમાં બીએસએનએલની ગ્રાહક સેવા કેન્દ્રમાં અલીગઢનાં તાળા મારી દેતા છેલ્લા આઠ દિવસ થી બંધ રહે છે. ઉના શહેર ત્થા તાલુકામાં લેન્ડ લાઇન ફોન ધારકોને બીલ ભરવા કયાં જવુ તે મોટો પ્રશ્ન ઉભો થયો છે. તેમજ બીએસએનએલ મોબાઇલનાં નવા કનેકશન, રીચાર્જ બ્રોન્ડ બેન્ડની સેવા માટે મુશ્કેલી  પડી રહી છે. કર્મચારીની સંખ્યા જુજ હોય કર્મચારી કયારે  મળે તે નકકી થતુ નથી. તેથી લેન્ડ લાઇન, ત્થા મોબાઇલ ગ્રાહકોને ભારે મુશ્કેલી પડતી હોય ટેલીફોન બીલ ભરવા ફરી કેન્દ્ર શરૂ કરાય તેવી માગણી ઉઠી છે. નહીતર ગ્રાહકો પણ કંટાળી કનેકશન બંધ કરાવી ડબલા પાછા આપી જાય તો નવાઇ નહીં.

(12:13 pm IST)