Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

નગરપાલિકા તંત્ર ન ગાંઠતા

જામજોધપુરમાં ગંદકી પ્રશ્ને લોકોએ ધારાસભ્યનેરજુઆત માટે દોડવું પડયુ

 જામજોધપુર તા.૧૦: અહિં શહેરમાં અનેક ઠેકાણે ગંદકીના પડેલા ઢગલા અંગે નગરપાલીકા તંત્ર દાદ ન દેતા આખરે લોકોએ ગંદકી હટાવવા જેવી સામાન્ય બાબતે દોડી જવું પડયુ હતું આ બાબતની લોકોને જાણ થતા નગરપાલીકા તંત્રની લોકોમાં ટીકા થઇ રહી છે.

સ્વચ્છતાના નામે ગુલબાંગો ફેકતી નગરપાલીકાને શહેરમાં કચરાના ઢગલા નજરે પડતા નથી. નગરપાલિકાના સતાધીશો અહિંના બાલમંદિર પાસે અવાર નવાર થતી ગંદકી અને કચરાના ઢગલા ઉપાડવામાં બેદરકારી દાખવાતી હોવાનું પણ લોકો જણાવી રહ્યા છે.

આ બાબતે આ વિસ્તારના લોકો ધારાસભ્ય પાસે દોડી ગયા બાદ ધારાસભ્ય ચીફ ઓફિસરને તુરંત સુચના આપતા સફાઇ હાથ ધરાઇ હતી.

આમ ધારાસભ્યની રજુઆત બાદ સફાઇ થાય તે યોગ્યતો નજ કહેવાય નિયમીત સફાઇ થાય તે માટે નગરપાલીકા તંત્ર હવે સજાગ બને તે જરૂરી હોવાનું આ વિસ્તારના રહીશોએ જણાવેલ હતું.

(12:13 pm IST)