Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

જસદણના ગીતાનગર પાસેથી અલ્ટો કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો

ગોંડલના મોટાદડવાના બે સગા ભાઇઓની ધરપકડ કરાઇ

જસદણ તા. ૧૦ :.. જસદણ પોલીસ સ્ટેશનના સ્ટાફના વિનુભાઇ વસાણી, પો. કો. અમીતભાઇ સિધ્ધપરા, પો.કો. જીતેન્દ્રભાઇ ગોહીલ, પો. કો. મયુરભાઇ વસાણીએ પેટ્રોલીંગ દરમીયાન ગીતાગર ખોડીયાર મંદિર નજીકથી કાળા કલરની અલ્ટો કાર પડેલી.

તે કારની તલાસી લેવા તેમાં બે શખ્સો બેઠેલા જોવા મળતા પોલીસ કર્મચારીઓએ બોલાવી પુછપરછ કરતા શંકાસ્પદ જણાતા ગાડીમાં ચેક કરતા ગાડીમાં ઇંગ્લીશ દારૂની પેટીઓમાંથી દારૂની બોટલ નંગ ૭ર તથા અન્ય પેટીમાંથી બોટલ નં. ૭૧ તેમજ અલ્ટો કાર તથા આરોપીના કબ્જામાંથી એપલ કંપનીનો મોબાઇલ મળી કુલ રૂ. ૩,ર૦૦૦ નો મુદાઓ કબ્જે કરેલ છે.

દારૂ સાથે ઝડપાયેલા આરોપીઓ પરેશ નાનભા વાળા રહે. મોટાદડવા જી. રાજકોટ સુરે નાનભા વાળા રહે. મોટા દડવા બંને સગાભાઇઓ હોવાનું જણાવી તેમને પોતાની પાસેના દારૂ વેચવા માટે રાખેલ હોવાનું પોલીસને જણાવતા બંને ઇસમો વિરૂધ્ધ પોલીસે પ્રોહીબીશન કલમ ૬પ૯-૧૧૬-બી. ૯૮ (ર) ૮૧ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(12:12 pm IST)