Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

માળિયા નજીક ટ્રક અને કાર અથડાતા પત્નીનું મોત નિકાવાનો મુસ્લિમ પરિવાર પ્રસંગમાં જતો'તો

મોરબી તા. ૧૦ : માળિયાના હરીપર નજીક ગત રાત્રીના અકસ્માત સર્જાયો હતો જેમાં પ્રસંગમાં હાજરી આપવા જઇ રહેલા દંપતીની કાર અને ટ્રક અથડાતા દંપતી ખંડિત થયું છેઅને સારવારમાં પત્નીનું મોત થયું છે.

મોરબી કાલાવડ તાલુકાના નિકાવા ગામે રહેતા હસનશા અબ્દુલશા શાહમદાર અને તેના પત્ની બાનુબેન શાહમદાર રાત્રીના કારમાં જઇ રહ્યા હોય ત્યારે હરીપર નજીક ટ્રક અને કાર અથડાયા હતા જે અકસ્માતમાં કાર સવાર દંપતીને ઇજા થતા મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવેલ જયાં સારવાર કારગત નીવડે તે પૂર્વે બાનુબેન શાહમદાર (ઉ.પર) નું મોત થયું છે. મુસ્લિમ દંપતી ગાંધીધામ પ્રસંગમાં જતા હોય ત્યારે અકસ્માત સર્જાયો હતો પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

(12:11 pm IST)