Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

પાટણવાવમાં ૮૪ બોટલ દારૂ સાથે ધોરાજીનો શખ્સ ઝડપાયો

ઉપલેટાઃ પાટણવાવ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીએસઆઈ વિ.એમ.લગારીયાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ ગોહેલ પોલીસ કોન્સ્ટેબલ સહદેવસિંહ ચૌહાણ તથા દિવ્યેશભાઈ પઢીયારએ ઉદકિયા ગામથી કેનાલના કાંઠે કાચા રસ્તેથી વાડોદર ગામ બાજુ આવતી ઈકો કાર રોકીને ચેક કરતા તેમાંથી ઈંગ્લીશ દારૂ બોટલ નંગ ૮૪ કિંમત રૂપીયા ૨૫,૨૦૦/૦૦ તથા ઈકો કાર ગાડી નંબર GJ 03 JR 8755 એમ કુલ રૂપીયા ૨,૨૫,૦૦૦/૦૦ ના મુદામાલ સાથે આરોપી દિપક ગુણવંતશાહ વોરા વાણીયા ઉ.વ.૩૭ રહે જમનાવડ રોડ ધોરાજી વાળાને પકડી  કાર્યવાહી કરવામાં આવેલ હતી. આ કામગીરીમાં પાટણવાવ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ ગોહેલ પોલીસ કોન્સ્ટેબલ સહદેવસિંહ ચૌહાણ,દિવ્યરાજસિંહ પઢીયાર જોડાયા હતા.

(12:16 pm IST)