Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

ધોરાજી પાસે કાર ઉંધી વળી

 ધોરાજીઃ ભૂખી ચોકડી અકસ્માત જોન બની રહયૂ છે રવીવારે વહેલી સવારે રાજકોટ ના રાકેશ ભાઈ પાણખાણ તેમના પરિવાર સાથે હર્ષદ માતાજીના મંદીરે પૂનમ નિમીતે દશન કરવા જઈ રહ્યા હતા ત્યારે મારૂતી વેગનઆર મોટરકારનો અકસ્માત થતા પલ્ટી ખાઈ જતાં કારમા મુસાફરી કરી રહેલા પાંચને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયેલા હતા .ભૂખી ચોકડી નેશનલ હાઈવે પર અકસ્માતના ઘણા ગંભીર બનાવો બની ચૂકયા છે બનાવો બનતા અટકાવવા માટે ભૂખી ચોકડી નેશનલ હાઈવે પર ઓવરબ્રીજ અથવા ટ્રાફીક સર્કલ બંને રોડ સાઈડ ના સર્વીસ રોડ બનાવવા જરૂરી બનેલ છે અવારનવાર રજૂઆત કરવા છતા નેશનલ હાઈવે ઓથોરિટી ના તંત્ર વાહકો નક્કર કાર્યવાહી નહી કરાતી હોવાનું જણાવ્યું હતું.

(12:08 pm IST)