Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

પાટણવાવના ઉદકીયા પાસે દારૂની ૮૪ બોટલ ભરેલી કારમાંથી દિપક પકડાયો

રાજકોટઃ રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વા બલરામ મિણાની સૂચના મુજબ જેતપુર ડિવિઝનના એએસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ પાટણવાવ પોલીસ મથકના ઇન્ચાર્જ પીએસઆઇ વી. એમ. લગારિયા તથા હેડ કોન્સ. અશોકભાઇ ગલોહેલ તથા કોન્સ. સહદેવસિંહ ચૌહાણ તથા દિવ્યરાજસિંહ પઢીયાર સહિત વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હેડ કોન્સ. અશોકભાઇ ગોહેલ તથા કોન્સ. સહદેવસિંહ ચૌહાણને મળેલ હકિકતના આધારે ઉદકિયા ગામ તરફથી વાડોદર ગામ બાજુ આવતી કેનાલ કાંઠે કાચા રસ્તેથી આવતી ફોર વહિલ ઇકો ગાડીને રોકી ચેક કરતા તેમાં ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂ બોટલ નંગ-૮૪ કી. રૂ. રપ,ર૦૦/-ની મળી આવતા નં. જીજે-૦૩-જેઆર-૮૭પપની ઇકો કાર કી. રૂ. ર,૦૦,૦૦૦/- સહિતના મુદામાલ સાથે આરોપી દિપક ગુણવંત શાહ વોરા (ઉ.વ. ૩૭) રહે. ધોરાજી જમણાવાડ રોડને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(12:05 pm IST)