Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

બગસરાના કાગદડી ગામે દિપડો પાંજરે પુરાયો

બગસરા તા. ૧૦: કાગદડી ગામે ખેડૂતમાં રાખેલ પાંજરામાં દીપડો પુરાતા લોકોમાં હાશકારો  જોવા મળ્યો હતો. રમણીકભાઇ ગોવિંદભાઇ બાલધાની વાડી પાસે આંટા ફેરા મારતો દિપડો બે દિવસ પહેલા માલીક રમણીકભાઇ પોતાના પાળતુ કુતરાની સાથે વાડી પાસે હતા. ત્યારે દીપડો આવી જતા કુતરાનું મારણ કર્યુ હતુ. કાગદડીમાં થોડા સમય પહેલા દીપડીનો આંતક હતો તે વન વિભાગ દ્વારા પાંજરૂ મુકેલ તે પાંજરા પુરાઇ હતી. ત્યારે ફરી દીપડો દેખા દેતા બે દિવસ પહેલા માલીકીનુ પાળતુ કુતરાનો મારણ કર્યુ હતુ. ત્યારબાદ વન વિભાગ દ્વારા ફરી પાંજરુ મુકવામાં આવ્યુ હતુ. અને વહેલી સવારે દીપડો પાંજરે પુરાતા લોકોમાં હાશકારો અનુભવ્યો હતો. દિવસે દિવસે લોકોમાં સિંહ તથા  દીપડા ના આંતકનો ભય વધી રહ્યો છે ત્યારે આવા માંસાહારી પશુનો સ્થળાંતર કરે તેમ લોકોની માંગણી ઉઠી છે.

(12:04 pm IST)