Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

મુંદ્રા બંદરેથી ઇરાનથી આવતા જહાજમાં મિથાઇલ ગેસની દાણચોરીઃ ૩પ કરોડનો જથ્થો જપ્ત

વેસ્ટેજ ઓઇલના નામે વિશ્વભરમાં હાલ પ્રતિબંધિત મિથાઇલ ગેસની દાણચોરીઃ ઇરાન સાથેના યુદ્ધ પછી અમેરિકાએ વિશ્વભરમાં મિથાઇલ ગેસની હેરફેર પર પ્રતિબંધ મૂકયો છે

ભુજ તા. ૧૦: મુન્દ્રા અદાણી બંદરે વેસ્ટેજ ઓઇલના નામે મિથેલીન કેમિકલ ઘુસાડવાના પ્રયાસનો કસ્ટમે પર્દાફાશ કર્યો છે. આ ઘટના અંગે કંડલા કસ્ટમે પુષ્ટિ આપી છે. પણ તપાસ ચાલુ હોઇ વધુ કંઇ માહિતી આપવાનું ટાળ્યું છે. જોકે, ગત ૧ ફેબ્રુઆરીના અદાણી મુન્દ્રા બંદરે ઇરાનથી આવેલા જહાજને અટકાવાયું હતું. પણ, આ જહાજમાં રહેલ ૧૮ મેટ્રિક મિથેલીન હતું. વેસ્ટેજ ઓઇલના નામે આ જથ્થો ઓમાનથી આયાત કરાયો હોવાનું દર્શાવીને ઇરાનથી મોકલવામાં આવ્યો હતો. અમેરિકાએ ઇરાન સાથે છેડેલા યુદ્ધના એલાન પછી મિથેલીન ગલેસની હેરફેર ઉપર અમેરિકાએ વિશ્વભરમાં પ્રતિબંધ મૂકયો છે. ત્યારે વેસ્ટેજ ઓઇલના નામે કરાયેલ દાણચોરીના આ પર્દાફાશ પછી આ જથ્થો કોણે મંગાવ્યો કયાં અને શા માટે લઇ જવાતો હતો તે અંગે કસ્ટમ સહિત અન્ય એજન્સીઓએ તપાસ હાથ ધરી છે.

(12:02 pm IST)