Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

સોમનાથ મહાદેવ મંદિરે ત્રિદિવસીય મહાશિવરાત્રી પર્વ ઉજવાશે

પરમાત્મા શિવના દિવ્ય અવતરણના મહાપર્વ શિવરાત્રીએ જીવ શિવમય બનશે અને 'હર...હર..મહાદેવ'ના ગગનભેદી ઘોષનાદો સાથે સાગર કાંઠાનું શિવાલય ગૂંજી ઉઠાશેમહાશિવરાત્રીએ સોમનાથ મંદિર સતત ૪ર કલાક ભકતજનો માટે ખુલ્લુ રહેશે : તા. ર૦ ફેબ્રુ.થી રર ફેબ્રુ. સુધી ત્રિ-દિવસીય સોમનાથ રાષ્ટ્રીય લોક રંગ મહોત્સવ આયોજન જેમાં ૬૩૦ જેટલા આંતરરાષ્ટ્રીય કલાકારો વિવિધ કૃતિઓ રજુ કરશે : સોમનાથ દાદાની પાલખી યાત્રા-ધ્વજારોહણ-ચાર પ્રહર પૂજાઓ-મહાપૂજા-ભાવિકો તરફથી ભોજનપ્રસાદ ભંડારાઓ સહિત ધાર્મિક-આધ્યાત્મિક-સાંસ્કૃતિક વિવિધ કાર્યક્રમોની તડામાર તૈયારીઓ

 પ્રભાસ પાટણ તા. ૧૦ :.. ભગવાન ભોળાનાથના મહાપર્વ મહાશિવરાત્રી અંગે ભારતના બાર જયોર્તિલિંગ પ્રથમ સોમનાથ મહાદેવ મંદિર ખાતે તડામાર તૈયારીઓ પ્રારંભ થઇ રહ્યો છે.

સોમનાથ ટ્રસ્ટ-ટ્રસ્ટી સચિવ પ્રવિણભાઇ લહેરી તથા જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા આ અંગે વિવિધ આયોજનો ગોઠવી રહ્યા છે.

સોમનાથ શિવરાત્રી પર્વના શિવપર્વનો પ્રારંભ તા. ર૦ ફેબ્રુ.થી ર૩ ફેબ્રુ. સુધી સોમનાથ મહાદેવ સાનિધ્યે અખિલ ભારતીય કલા સંસ્થા સંસ્કાર ભારતી ઉપક્રમે યોજાનાર ત્રિ-દિવસીય રાષ્ટ્રીય લોકરંગ મહોત્સવ સોમનાથ ખાતે યોજાશે જેમાં ભારતના ર૯ રાજયોના ૬૩૦ જેટલા આંતર રાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત લોક કલાકારો લોક સંસ્કૃતિની વિવિધ કૃતિઓ રજૂ કરશે જે તા. ર૦ થી સતત ૭ર કલાક ચાલનારા આ મહોત્સવ સોમનાથ આંગણે યોજાશે.

સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રીએ સવારે ૪ વાગ્યે ખુલશે જે તા. રર ફેબ્રુ. રાત્રે દસ વાગ્યે દર્શન બંધ થશે એટલે કે મંદિર દર્શનાર્થીઓ માટે સતત ૪ર કલાક ખુલ્લું રહેશે.

મહાશિવરાત્રીએ સોમનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ ચાર પ્રહર પૂજા --મહામૃત્યુંજય જાપ-અનુષ્ઠાનો અને સંધ્યા શણગાર તથા સવારે સોમનાથ મહાદેવની પાલખી સાથેની શોભાયાત્રા ધુન-ભજન અને વેદમંત્રો સાથે સોમનાથ મહાદેવ મંદિર પ્રદક્ષિણ કરશે.

સમગ્ર સોમનાથ મંદિરમાં ફુલોનો શણગારથી સુસોભિત કરાશે.

મહાશિવરાત્રી લઇને વિવિધ શિવભકતો દ્વારા સોમનાથ મંદિર પાસે ચાર જેટલા ભોજન પ્રસાદ ભંડારાઓનું આયોજન થઇ રહ્યું છે જેમાં શિવરાત્રીએ આવતા યાત્રિકોને વીના મુલ્યે ભોજન પ્રસાદીની સેવા પ્રાપ્ત થશે.

મહાશિવરાત્રીએ સોમનાથ મહાદેવ મંદિરે મધ્યરાત્રીએ ૧ર-૩૦ કલાકે બીજા પહોરની આરતી થશે ત્યારબાદ ત્રીજા પહોરની રાત્રે ૩.૩૦ અને ૪થા પહોરની આરતી સવારે પ.૩૦ થશે શિવરાત્રી અનુલક્ષીને રેલ્વેમાં વધારાના કોચ જોડવા અને વિશેષ ટ્રેન જૂનાગઢ-સોમનાથ વચ્ચે ચલાવવા માગણી કરાઇ છે.

એસ. ટી. બસ સેવા અને જીલ્લા પોલીસ તથા જીલ્લા વહીવટી તંત્ર થોડા જ દિવસમાં શિવરાત્રી અંગેની તૈયારીઓને આખરી ઓપ આપશે  આમ સમગ્ર શિવનગરી સોમનાથ શિવરાત્રી આયોજન ઘડાઇ રહ્યું છે.

(12:02 pm IST)