Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

કંડલા ફ્રી ટ્રેડ ઝોનમાં 'તસ્કર રાજ' : ચુસ્ત સલામતી વ્યવસ્થા વચ્ચે ૨.૩૯ કરોડની ચોરી

છેલ્લા ચાર વર્ષથી ચોરી થતી રહી અને અધિકારીઓએ આંખે પાટા બાંધી રાખ્યા : છેલ્લે જવાબદારી ઉભી થવાના ભયના કારણે ફરિયાદ

ભુજ તા. ૧૦ : દેશની આયાત નિકાસ સાથે સંકળાયેલા કંડલા ફ્રી ટ્રેડ ઝોનમાં રાષ્ટ્રીય સુરક્ષા અંતર્ગત ચુસ્ત સલામતી બંદોબસ્ત હોવાના દાવાઓ અવારનવાર થતા રહ્યા છે. પરંતુ 'દિવા તળે અંધારું' હોય તેવો ઘાટ ઘડાયો છે અને ચુસ્ત સલામતી વ્યવસ્થાના ફાંકા ખોટા સાબિત થયા છે. ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઝોનના સેક્રેટરી દેવરાજ પુરુષોત્ત્।મ નાયરે ૧૭/૬/૨૦૧૫ (હા, ચાર વર્ષ પહેલાં) થી તા/૬/૧૨/૨૦૧૯ દરમ્યાન ૨,૩૯,૧૦,૫૫૪ ની ચોરીની ફરિયાદ નોંધાવી છે. ચાર વર્ષના સમયગાળા દરમ્યાન તસ્કરોએ ઝોનમાં આવેલ સૌર ઉર્જાના બે કરોડ ૩૯ લાખના લાઈટીંગના માલ સામાનની નિરાંતે ચોરી કરી હતી.

જેમાં લોખંડના ૭૧ થાંભલા, ૧૨ વોલ્ટની ૧૩૧૫ બેટરી, ૫૦ વોટ્સની ૮૪ સોલાર પેનલનો સમાવેશ થાય છે. જોકે, સોલાર લાઈટીંગ સિસ્ટમની વ્યવસ્થા સંભાળતી એજન્સી દ્વારા તેમ જ અંદર કાર્યરત બે યુનિટ દ્વારા પણ ઝોનના સત્તાવાળાઓને જાણ કરવામાં આવી હતી.  લેખિતમાં શંકાસ્પદ શખ્સોના નામ પણ આપવામાં આવ્યા હતા. જોકે, ચાર વર્ષ પછી ઝોન દ્વારા પોલીસને ફરિયાદ કરાઈ છે. તેની પાછળ ચર્ચાતી હકીકત મુજબ જો હવે ફરિયાદ ન કરાય તો જવાબદારી ઉભી થાય તેવી પરિસ્થિતિ હોઈ અંતે પોલીસનું શરણું લેવાયું છે.

(12:01 pm IST)