Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

ભાવનગરના દાત્રડમાં પુત્રએ પિતાને કુહાડી ઝીંકી દઇને હત્યા

ભાગ માગતા મામલો બીચકયોઃ પૌત્ર, જમાઇ સહિતના સામે ફરિયાદ

ભાવનગર તા. ૧૦ : ભાવનગરના તળાજા નજીકના દાત્રડ ગામની પટેલની વાડીમાં ખેત મજૂરી કરતા પરિવારમાં ગત રાત્રે કુંઢેલી ગામે આવેલ પ્લોટના ભાગ બાબતે માથાકૂટ થઈ હતી.આ માથાકૂટ ઉગ્ર બની હતી. જેમાં પુત્રએ વૃદ્ઘ પિતા પાસે ભાગ માગેલ હતો. એમાથાકૂટ ઉગ્ર બનતા સગા દીકરા એ પિતાને કુહાડીનો માથામાં ઘા ઝીકી દીધો હતો. એ સમયે વૃદ્ઘ પર નાહુમલામાંઙ્ગ પૌત અને જમાઈ પણ મદદગારીમાં હાજર હોય પોલીસે ત્રણેય ને ગણતરીની કલાકોમાં હત્યનો ભેદ ઉકેલી ઝબ્બે કરી લીધા હતા.

જર, જમીન અને જોરું ત્રણેય કજિયાના છોરું. આ કહેવતને ચરિતાર્થ કરતી અને પિતા પુત્રના પવિત્ર સંબધ ને કલંકિત કરતી ચકચારી ઘટનાની તળાજા પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ મૂળ જુનાંસાગણા ગામના વતની નરશીભાઈ ટપુભાઈ રાઠોડ ઉવ ૮૦ને ત્રણ દીકરા અનુક્રમે ભરત, સુખો, ભીમો.

જેમાં ભરત દાત્રડ ગામે પટેલ જીવરાજભાઈ ભવાનભાઈની વાડીમાં પરિવારજનો સાથે કાચું મકાન બનાવી ખેત મજૂર તરીકે કામ કરતા હતા.

ગઈકાલે કુંઢેલી ગામે સંબંધીને ત્યાં લગ્ન હોયઙ્ગ વૃદ્ઘ નરશીભાઈના જમાઈ અરવિંદ કાનાભાઈ મકવાણા રે.આયાવેજ, તા.પાલીતાણા વાળા પણ આવેલ હતા.

નરશીભાઈ રાઠોડ ને કુંઢેલી ગામે પ્લોટ હોય તેના ભાગ બે દીકરા ભીમભાઈ અને સુખાભાઈ ને આપેલ. મોટા દીકરા ભરત ને આપેલ નહિ. આથી ભરત વારંવાર પિતા નરશીભાઈ પાસે ભાગ માગેતો હતો.

જેને લઈ ગતરાત્રે દાત્રડ ગામે વાડીએ બેઠક થઈ હતી. એ બેઠકમાં પિતા નરશીભાઈ એ દીકરા ભરતને કહેલ કે નાના બન્ને દીકરાઓ મને રૂપિયા આપે છે. તું આપ તો તને પણ ભાગ આપી દવ. આથી ભરતે જણાવેલ કે મારી પાસે રૂપિયા નથી. જેને લઇ ઉગ્ર બોલાચાલી થયેલ. ભરતે ઉશ્કેરાઈ ને ખાટલામાં રહેલ પિતાને ઢસડી નીચે પછાડી દીધેલ. પુત્રના આ વર્તનને લઈ પિતા એ બાજુમાં પડેલ લાકડી દિકરા ભરત ને પગમાં મારી હતી.

જેના કારણે દીકરા ભરત એ ઉશ્કેરાઈને પિતા નરશીભાઈને ઓરડીમાંથી કુહાડીનો ઘા માથામાં મારી દીધો હતો.એ સમયે પૌત વિશાલ અને જમાઈ અરવિંદ પણ હુમલામાં સામેલ હતા.

વાડીએ થયેલી આ બબાલની જાણ થતાં બન્ને દીકરાઓ ભીમભાઈ અને સુખાભાઈ આવી ગયેલા. જેમાં સુખાભાઈ, જમાઈ અરવિંદભાઈ અને અન્ય બે વ્યકિત દ્વારા ગંભીર ઇજા પામેલ નરશીભાઈને તળાજા રેફરલ હોસ્પિટલ અને ત્યાંથી ભાવનગર સર.ટી.હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જયાં વૃદ્ઘ નરશીભાઈનું મોત નીપજયું હતું.

આ બનાવ ની જાણ તળાજા પો.ઇ.ગમારા, પો.સ.ઇ જે.કે.મૂળિયા, એ.એસ.આઈ લક્ષ્મણભાઇ આહીર, ડી સ્ટાફને થતા અલગ અલગ ટિમ બનાવી દાત્રડ અને ભાવનગર દોડી ગયેલ. જયાં મૃતક નરશીભાઈના નાના દીકરા ભીમાભાઈ એ પિતાની હત્યા કરવા બદલ ભાઈ ભરત, ભરતનો દીકરો (ભત્રીજો) વિશાલ ભરતભાઇ, અને જમાઈ અરવિંદ કાના મકવાણા રે. આયાવેજ વિરુદ્ઘ જમીનના ઝઘડાને લઈ હત્યા નિપજાવીની ફરિયાદ આપતા પોલીસે ગુન્હો નોંધી ત્રણેય આરોપીની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરી હતી.

પોલીસે ઉમેર્યું હતુંકે મૃતકના દીકરા સુખાભાઈ, જમાઈ અરવિંદ દ્વારા પોલીસને ઊંઘ પાટે ચડાવવા રાત્રે બુકાની ધારીઓ એ આવી વૃદ્ઘ નરશીભાઈ પર હુમલો કરેલ હતોનું જણાવ્યું હતું.પણ પોલીસ ને એ વાત માં દમ ન લાગતા આગવી ઢબે અલગ અલગ પૂછપરછ કરતા આખરે સત્ય હકીકત ગણતરીની કલાકોમાં જ બહાર આવી હતી. સ્થળ પર ડોગ સ્કવોડ, એફ.એસ.એલ દ્વારા પણ તપાસ હાથ ધરી હતી.જેમાં પણ હત્યારા પુત્ર,પૌત્ર, જમાઈ વિરુદ્ઘ સાયોગીક પુરાવા મળ્યા હતા.

તળાજા રેફરલ હોસ્પિટલ ખાતે મૃતક નરશીભાઈ રાઠોડને રાત્રે ૧૨.૨૫ મિનિટ એ દીકરા સુખા અને જમાઈ અરવિંદ તથા અન્ય બે વ્યકિત દ્વારા સારવાર અર્થે લાવવામાં આવેલ.જેમાં ડો.સાકીયા દ્વારા ઇજાનું કારણ પૂછવામાં આવતા બાઈક પર થી પડી જવાનું જણાવેલ.

જયારે પિતાની પગમાં મારેલ લાકડીના ફટકાના કારણે હત્યારા પુત્ર ભરતને સવારે ૬ વાગે પોલીસ લઈ આવેલ.જયાં તેમણે બુકાનીધારીઓએ વાડીમાં આવી પિતાને ઇજા કરેલનું જણાવ્યું હતું. આમ દીકરા જમાઈ સૌના નિવેદન અલગ અલગ થતા થોડી જ કલાકોમાં ભેદ ઉકેલ્યો હતો.

(12:00 pm IST)