Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

પોરબંદરના ઇરશાદ અહેમદનો ઓનલાઇન વિવિધ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ દેખાવઃ શીલ્ડ આપીને સન્માન

પોરબંદર તા. ૧૦ :.. મેરી સરકાર વેબસાઇટમાં સક્રિય રસ દાખવી ઇરશાદ અહેમદએ અનેક સર્ટીફીકેટ તેમજ બાળવાર્તા લેખન અને કોમ્પ્યુટર કલામાં માસ્ટરી દર્શાવીને અનોખી સિધ્ધિ મેળવી પોરબંદરનું ગૌરવ વધારેલ છે.

આજના સ્પર્ધાત્મક યુગમાં યુવાનો કંઇક અલગ અલગ પ્રવૃતિઓમાં અગ્રેસર રહેતા હોય છે, કોઇ સાંસ્કૃતિક પ્રવૃતિઓમાં તો કોઇ કલા કારીગરીમાં તો કોઇ રમત - ગમત ક્ષેત્રે અગ્રેસર રહેતા હોય છે તે ઉપરાંત અલગ - અલગ પ્રવૃતિઓ પણ કરતા હોય છે ત્યારે પોરબંદરના ઇરશાદ સીદીકી નામના યુવાને અનોખી પ્રવૃતિ દ્વારા સિધ્ધીઓ મેળવી છે.

લોહાણા હિતેચ્છુક મંડળ, લોહાણા હિતેચ્છુક મહિલા મંડળ દ્વારા વર્ષોથી સમુહ જનોઇનું આયોજન કરવામાં આવે છે જેમાં નિમંત્રણ માટેની કંકોત્રીમાં દર વર્ષે અવનવી થીમ રજૂ કરવામાં આવે છે. ચેક બુક, સોશ્યલ મીડીયા, ઇલેકટ્રોનિક મીડીયા, ન્યુઝ પેપર, કોર્ટ કાર્યવાહીની થીમ સહિત વિવિધ પ્રકારની થીમ ધરાવતી કંકોત્રીઓની આકર્ષક અને સચોટ ડીઝાઇન કોમ્પ્યુટરમાં તેઓ વર્ષોથી તૈયાર કરી રહ્ય છે. જે બદલ પોરબંદર લોહાણા હિતેચ્છુક મંડળના પ્રમુખ દિલીપભાઇ ધામેચા અને લોહાણા હિતેચ્છુક મહિલા મંડળના શ્રીમતી યામીનીબેન ધામેચા દ્વારા તેઓને શીલ્ડ આપી અભિવાદન કરવામાં આવ્યું છે.

ઇરશાદ અહેમદ મોહમ્મદ હુસેન સીદીકીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે આજની યુવા પેઢી સોશ્યલ મીડીયા વોટસએપ, ફેસબુક, યુ-ટયુબ વગેરેમાં સક્રિય રીતે રસ લેતી જોવા મળે છે પરંતુ કેન્દ્ર અને રાજય સરકારની યોજનાઓ, સરકારી વિભાગોની માહિતી, સરકારી કાર્યક્રમો સહિત સરકારના વિવિધ અભિયાનોમાં અમુક યુવાનો જ રસ દાખવતા હોય છે ત્યારે સરકાર સાથે યુવાનો સતત જોડાયેલા રહે તે માટે વડાપ્રધાન રહે તે માટે પ્રયત્ન કર્યો છે. જે અંતર્ગત દેશના વડાપ્રધાની માનનીય નરેન્દ્ર મોદી દ્વારા ભારત સરકાર અને નાગરીકતા  સહભાગીતા મંચ 'મેરી સરકાર' અંતર્ગત એક વિશેષ વેબસાઇટ 'www.mygov.in' લોન્ચ કરવામાં આવી હતી. માયગોવ એ ભારત સરકાર દ્વારા દેશના શાસન અને વિકાસમાં ભારતીય નાગરીકોની સક્રિય ભાગીદારીને પ્રોત્સાહીત કરવા માટે સ્થાપિત એક નાગરીક જોડાણ મંચ છે. જેમાં ભારત સરકારની તમામ યોજનાઓ, મિશન, કામગીરીની સંપૂર્ણ માહિતીની સાથોસાથ સ્પર્ધાત્મક પ્રવૃતિઓ કવીઝ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા લોગો ડીઝાઇન કોન્ટેસ્ટ, ટેગલાઇન કોન્ટેસ્ટ, સહિત મન કી બાત માટે સુઝાવ, સરકારની અન્ય યોજનાઓ માટે સુઝાવ, વિવિધ સર્વેની કામગીરી આ માધ્યમ દ્વારા કરવામાં આવે છે.

આ વેબપોર્ટલમાં ઇ-મેઇલ આઇડી, મોબાઇલ નંબર સહિતની ડીટેઇલ ભરીને આઇડી બનાવીને જોઇ ન થવાનું હોય છે અને ત્યારબાદ વેબસાઇટની દરેક પ્રવૃતિમાં ભાગ લઇ શકાય છે. જેમાં પોરબંદરમાં ઇરશાદ સીદીકી નામના યુવાન દ્વારા છેલ્લા બે વર્ષ દરમિયાન સક્રિય ભાગ લીધો છે અને તેમાં યોજાતી વિવિધ ઓન લાઇન કવીઝ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, લોગો ડીઝાઇન કોસ્ટેસ્ટ, ટેગલાઇન, કોન્ટેસ્ટમાં ભાગ લઇને સરકાર સાથે જોડાઇ રહેવાનો પ્રયાસ કર્યો છે જે બદલ આ વેબસાઇટના નિયમાનુસાર પોઇન્ટ તેમજ અનેક પ્રમાણ પત્ર પ્રાપ્ત થયા છે. ખાસ કરીને કવીઝ સ્પર્ધામાં સક્રિય ભાગ લીધો છે જેમાં 'મોનીયા સે મહાત્મા તક' કવીઝ સ્પર્ધા, બા-બાપુ એટ ૧પ૦ કવીઝ, એક ભારત શ્રેષ્ઠ ભારત કવીઝ, સાયન્સ કવીઝ, કવીઝ ઓન કારગીલ વોર, કસ્ટમર પ્રોટેકશન એકટ કવીઝ, સ્પેસકવીઝ, રીપબ્લીક ડે કવીઝ સહિત અનેક કવીઝનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સ્વચ્છતા અંગે નિબંધ 'સ્વચ્છ સંકલ્પ સે સ્વચ્છ સિધ્ધી', જળ જીવન મિશન અંગે લોગો કોન્ટેસ્ટ સ્પર્ધા વગેરે સ્પધાઓમાં પણ ભાગ લીધો છે.

(11:59 am IST)