Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

વઢવાણમાં ૧૫ વર્ષના બાળકના અપહરણનો પ્રયાસ : ૨ યુવકે ઢોરમાર માર્યો

વઢવાણ તા. ૧૦ : સુરેન્દ્રનગર શહેરમાં કાયદો વ્યવસ્થા કથળી રહી છે ત્યારે વઢવાણ પાસેના વિશ્વપ્રેમ પાર્કમાં શૈલેષભાઈ શશીકાંતભાઈ અપહરણ થયાની ચર્ચા સાથે ફરિયાદ નોંધાઈ છે અને ચકચાર મચી છે ત્યારે જાણકાર વર્તુળો પાસેથી જાણવા મળી રહેલી.

વઢવાણ શહેરના દેપાળ પાસે આવેલ સૌરાષ્ટ્ર ગામણીની પાસે વઢવાણના અબોલ પીરઙ્ગ વિસ્તારમાં રહેતાં અમીનભાઇ ના પુત્ર અરમાનનું દેપાળ પાસે પસાર થતા હતા ત્યારે બે બુકાનીધારીઓ અચાનક ધસી આવી એને આ અરમાન ને ઝડપી પાડી અને મોટરમાં ઘસડી લઈ જવાની કોશિશ હાથ ધરી હતી પરંતુ ગભરાયેલા અરમાન બુમરાણ કરતા બંને બુકાનીધારીઓ અરમાન ને માર મારી મુકી અને નાસી છૂટયા હતા ત્યારે અરમાન એ ઘરે આવી અને તેના વાલીવારસોને જાણકારી આપતા અપહરણકારોને શોધવા માટે ૨૫ જેટલા યુવાનો શોધખોળ આદરી હતી પરંતુ આ પણ કરો ન મળતાં તે પરત ફર્યા હતા.

 આ માહિતી પણ જાણવા મળી રહી છે ત્યારે ગઈ કાલે રવિવારના અપરણ નો બનાવ બન્યો છે ત્યારે વઢવાણ શહેરમાં ભારે ફફડાટ મચી ગયો છે ત્યારે હાલમાં વઢવાણના ૧૫ વર્ષીય બાળકનું અપહરણ થતાં બચી ગયો હતો આ વાતને લઈને પણ ભારે ચર્ચા ચાલી છે.

(11:59 am IST)