Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

માળિયા હાટિના તાલુકામાં ખેડૂતો દ્વારા લોક ફાળાથી ચેકડેમો ઉપર પાણી રોકવા બંધ બાંધવાની ખેડૂતોની અભૂર્તપૂર્વ કામગીરી

માળીયા હાટીના,તા.૧૦: માળીયા હાટીના તાલુકાના ધણેજ ગામના ખેડૂત આગેવાન સોનિંગ ભાઈ બચુભાઈ ગુંજીયા અને ભીમજીભાઇ વાલજીભાઈ વરછડા ની આગેવાની નીચે અને તેમના પ્રયાસોથી નદીના વહેતા પાણીને રોકવા માટે અને પાણીનું સંગ્રહ કરવા માટે મેદ્યલ રિવર કોર ગ્રુપનામ ના મંડળ ની ૧૦. વર્ષ પહેલા સ્થાપના કહેલ. આ ગ્રુપમાં ખોરાસા નાની ધણેજ મોટી ધણેજ કડાયા વડીયા ઈટાલી જળ કા ભંડુરી માળીયાહાટીના વડારા લાઠોદરા આંબેચા સહિતના અનેક ગામોના ૫૦૦ થી પણ વધારે ખેડૂત ભાઈઓ નાતજાત જોયા વગર તમામ જાતિના ખેડૂતો બિનરાજકીય અને બિનસાંપ્રદાયિક પણ એ જોડાયા. છે અને મહેનત કરે છે.

મંડળ દ્વારા ૮. થી. ૧૦. વરસ માં મેદ્યલો રીયલ ગ્રુપ દ્વારા. ૪. નદીઓ જેવીકે. ૧ લાથો દરિયો. ૨ મેઘલ નદી. ૩. વ્રજમી. નદી ૪. કાલી ન્દ્રો. નદી. આ. ૪ નદી ઉપરના ૨૦ જેટલા ચેકડેમો ઉપર સરકારની કે કે કોઇપણ ટ્રસ્ટ. ની સહારા વગર.લોકફાળો. ભેગો કરીને પાણી ને. રોકવા માટે ના ૫૦૦ થી. પણ વધારે ખેડૂતો ભેગા થઈને જાત મહેનત જિંદાબાદ

પોતાના હાથે જ ચેક ડેમો ઉપર. પાણી રોકવા માટેના બંધ બંધ છે જે તસવીરમાં દેખાય છે. આ બંધ બાંધવાથી અત્યારે દસ માસ જેટલો સમય સુધી નદીમાં પાણી રહે છે. આ ગ્રુપ દ્વારા બંધ બાંધવાની કામગીરી કરાઇ છે વહેલી સવારના છ વાગ્યાથી રાતના ૯ વાગ્યા સુધી પોતાના સ્વખર્ચે કાળી મજૂરી કરીને પાણી ને રોકવાના અથાક પ્રયાસો થાય છે લોકો દ્વારા આ કામગીરી કરવામાં આવે છે ખેડૂતોએ ફાળો આપેલ છે

અજાબ વાળા ૮૦ વર્ષીય જશુ બાપા પંડ્યા એ એવી આંખડીલીધી છે. કે બારે માશ સુધી પાણી સંગ્રહ નહિ થાય ત્યાં સુધી. ઘી નહિ ખાવાની. આંખડી લીધી હતી. ત્યારબાદ

જાત મહેનત બાદ આ ખેડૂતો એ લોકફાળાથી આંખે વળગે એવી સારામાં સારી કામગીરી કરી છે.

આ ગ્રુપના પ્રમુખ સોનીભાઈ બચુભાઈ જજીયા. અને ઉપ પ્રમુખ. ભીમજી ભાઈ વાલજી ભાઈ. એ. જણાવેલ છે. આમ નદીને વહેતા પાણીને ચેક ડેમ ઉપર બંધ બાંધવા માટે આ ગ્રુપે સારામાં સારી કામગીરી કરી છે.

(11:58 am IST)