Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

માળિયા હાટિનાના જવાન રમેશભાઇ ઘોડાદ્રા આર્મીમાંથી નિવૃત થઇ વતન આવતા ઉમળકાભેર સ્વાગત

માળિયા હાટીના,તા.૧૦:તાલુકાના બરૂલા ગીર ગામના કોળી સમાજના સપુત રમેશભાઇ ઘોડાદ્રા સી.આર.પી.એફ માંથી રીટાયર્ડ થતાં ગામલોકોએ ડીજે ના તાલ સાથે અનેરૃં સ્વાગત કર્યું હતું.કોળી સમાજના જવાનનુંપણ ઉમળકાભેર ડીજે ના તાલ અને પેંડા ખવડાવી મોઢું મીઠું કરાવીને ગામલોકોએ શેરબાગ ગળુ થી બરૂલા ગીર ગામ સુધી ના સસ્તા માં વધામણા કર્યા હતા .બરૂલા ગામ દેશ ભકિતના રંગમાં રંગાઇગયું હતું રિટાયર ફોજી નું સંપૂર્ણ ગ્રામ ના આગેવાનો સહિત સરપંચશ્રી ધીરજલાલપરબતભાઈ જોર એ સ્કુલના વિદ્યાર્થીઓએપણ આ જવાનનું ફુલ હારમાળા પહેરાવી તેમજ સાલ ઓઢાડી ને સ્વાગત કરેલ હતું

કારગીલ સહીતના વિસ્તારમાં નોકરી કરીને પરત વતન ફરેલા આ જવાનને સૌ સલામ કરીયા હતા ત્યારે આ જવાનેપણ મા ભારતીની રક્ષા કાજે પોતે નિષ્ઠાથી ફરજ બજાવી અને યુવાનોને આર્મીમાં જોડાવવાની પ્રેરણા અપાઇ હતી જેમાં મોકરીયા દેવાભાઈ તેમજ તેમના ધર્મ પત્ની મોકરીયા વનીતાબેન તાલુકા પંચાયત સદસ્ય તેમજ તમામ જ્ઞાતી બંધુઓ તેમજ સંગા સબંધીઓ અને ગામલોકો નો આભાર રિટાયર્ડ મેનના મોટાભાઈ દ્યોડાદ્રા ગોવિદભાઈ રામજીભાઈએ આભાર માન્યો હતો.

(11:58 am IST)