Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

ધોરાજીના હિરાઉદ્યોગમાં કોરોના વાઇરસને પગલે મંદીનો માહોલ

ધોરાજી તા.૧૦ : એકબાજુ સમગ્ર ચાઇના પંથકમાં આવેલ કોરોના વાયરસે હાહાકાર મચાવેલ છે અને ઘણા લોકોના મૃત્યુ થયા છે. જેને પગલે ગુજરાતમાં ચાઇના પંથકના હિરાઉદ્યોગ સાથે સંકળાયેલ હોય અને હિરાઉદ્યોગમાં ખાસ કરીને કાચા હિરા અને તૈયાર હીરાઓ તૈયાર થયેલ પડેલ છે.

હાલ નવો માલ અને કાચો માલ આવતો નથી જેને પગલે ધોરાજીમાં હીરાઉદ્યોગને મોટો ફટકો પડેલ છે. ચાઇના સાથે હિરાઉદ્યોગ અત્યારે વાયરસને પગલે મોટો માલ સ્ટોક થઇ ગયેલ છે.

હીરાઉદ્યોગને મોટો ફટકો પડેલ છે. વેપારીઓ અને રત્નકલાકારો બેકારીના ખપ્પરમાં હોમાઇ ગયા છે.

આ સ્થિતિ કયારે હળવી થશે તે અત્યારના સંજોગોમાં કંઇ કહી શકાય તેવી સ્થિતિ નથી તેમ હિરાઉદ્યોગ સાથે સંકળાયેલ લોકોએ જણાવેલ છે.

(11:57 am IST)