Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

મોરબીમાં ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા વિશ્વકર્મા જન્મજયંતીની ઉજવણી

 મોરબી : મોરબીમાં વિશ્વકર્મા જન્મ જયંતી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.જેમાં વિશ્વકર્મા સોશિયલ ગ્રુપ દ્વારા સંસ્કાર બ્લડ બેંકના સૌજન્યથી વિશ્વકર્મા જયંતિ નિમિત્ત્।ે આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ સાંજે વિશ્વકર્મા ધામ,ઙ્ગગાંધીનો પ્લોટ,ઙ્ગસ્કાય મોલની બાજુમાં,ઙ્ગશનાળા રોડ ખાતે યોજવામાં આવ્યો હતો.જેમાં રકતદાન કરનાર રકતદાતાઓને પ્રોત્સાહન ભેટ આપવામાં આવી હતી. જેમાં સુથાર સમાજ દ્વારા પ્રભાત આરતી,ઙ્ગસંધ્યા આરતી,ઙ્ગશોભાયાત્રા,ઙ્ગસમૂહ ભોજન,ઙ્ગતેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન,ઙ્ગરમત-ગમત ક્ષેત્રના વિજેતાઓ તથા દાતાઓનું સન્માન સહિતના કાર્યક્રમો યોજાયા હતા.જેનો મોટી સંખ્યામાં લોકોએ શ્રધ્ધાભેર લાભ લીધો હતો.જયારે વિશ્વકર્મા જયંતી નિમિતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યા લોકોએ જોડાઈને વિશ્વકર્મા જયંતિની હર્ષોલ્લાસભેર ઉજવણી કરી હતી.

(11:57 am IST)