Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

રાણાવાવ-સરકારી કોેલેજના વિદ્યાર્થી કિશોર પાંડાવદરાનું રાજયપાલના હસ્તે સન્માન

કેમ્પસ એમ્બેસેડર તરીકે ચૂંટણીલક્ષી ઉત્તમ કામગીરી કરેલ

 પોરબંદર, તા.૧૦: સરકારી વિનયન કોલેજ રાણાવાવમાં સેમેસ્ટર ૪માં અભ્યાસ કરતા કિશોર પાંડાવદરાનું રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે ૨૫ જાન્યુઆરી રોજ સન્માન કરવામાં આવ્યું હતું.

ગુજરાતનું ચુંટણી આયોગ ગુજરાતની દરેક કોલેજમાં 'કેમ્પસ એમ્બેસેડર'ની નિમણૂંક કરે છે. કિશોર પાંડવદરાએ સમગ્ર રાજયમાં ચૂંટણીલક્ષી ઉત્તમ કામગીરી કરી હતી. ચુંટણી કાર્ડમાં સુધારો કરવો, નવા નામો ઉમેરવા જેવી ઓનલાઇન કામગીરી કરી હતી. એમની ઉમદા કામગીરીની નોંધ ગાંધીનગર સુધી લેવામાં આવી હતી. કિશોરની આ કામગીરીને ધ્યાનમાં રાખી 'કેમ્પેસ એમ્બેસેડર'માં તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને રાજયકક્ષાએ એમનો પ્રથમ ક્રમ જાહેર હતો. આ સિદ્વિ બદલ ગુજરાતના રાજયપાલના હસ્તે ૨૫મી રાષ્ટ્રીય મતદાતા દિવસે સન્માન કર્યુ હતું. કોલેજ પરિવારે અભિનંદન આપ્યા હતાં. ઉપરાંત રાણાવાવ કોલેજની વિદ્યાર્થીની પુંધરા હેતલનો 'કેમ્પસ એમ્બેસેડર'ની કામગીરીમાં તાલુકા કક્ષાએ દ્વિતીય નંબર આવેલ.

(11:54 am IST)