Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

રૂમઝૂમતા આંબે ટહુકયા મોર

સોમનાથમાં ફળોના સમ્રાટ કેશર કેરીને ઝાડ પરથી ઉતારવા વેડ બનાવવાનું કામ ગતિમાં...

પ્રભાસ પાટણ તા.૧૦: (મીનાક્ષી - ભાસ્કર વૈદ્ય દ્વારા) ફળોના રાજા અને ફળ સમ્રાટ કેસર કેરીથી વિશ્વના દાઢ રસીકોને દાઢે વળગેલ કેરીના ફાલથી આંબાઓ ઝૂલી રહ્યા છે.

આગામી અઢી-ત્રણ માસ પછી કેસર કેરી બજારમાં આવશે રસદાર અને પસવાળવાનું મન થાય તેવી કાચી કેરીના ફળને વેડો દ્વારા ધરતી ઉપર લવાય છે જેની ઝાળી ગૂંથવાનું સોમનાથ-પ્રભાસ પાટણમાં શરૂ થઇ ચુકયું છે.

આ દૃશ્યમાં પ્રભાસ-પાટણના પઠાણવાડામાં એક બુર્ઝગ નાયલોન દોરીથી ઝાળી ગુંથી રહ્યા છે જે ઝાળીને નેતરની ગોળ રીંગ સાથે જોડી તેને લાંબા વાંસની લાકડી સાથે બાંધી તે લાંબી લાકડીથીકેરીના ફળને ઝાડ ઉપરથી ઉતારાય છે આ રીતે ઉતારવાનું કારણ એ છે કે કેરી નીચે પડે નહીં અને પછડાટથી ફાટી કે બગડી ન જાય. આવા વેડા સામાનય રીતે રૂપીયા ૭૦ થી ૧રપ સુધીના મળતા હોય છે.

(11:53 am IST)