Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

ઉના પાસે કારમાં ૩૩ હજારનો દારૂ લઇ જતા રાજકોટનો જય વ્યાસ ઝડપાયો

 ઉના, તા.૧૦ : નવાબંદર મરીન પોલીસે ઉના નજીક તડગામ પાસે મોટર કારા લઇ જવાતો રૂ.૩૩૪૬પની કિંમતની રર બોટલ વિદેશી દારૂ સાથે રાજકોટનો જય ભૂપેન્દ્રભાઇ વ્યાસને પોલીસે પકડી પાડેલ છે.

જુનાગઢ રેન્જના આઇ.જી.પી. મનીન્દર પવાર તથા જીલ્લા પોલીસ વડા રાહુલભાઇ ત્રિપાઠીની કકડ સુચના કે ગુજરાતમાં દારૂ પ્રવેશ તો અટકાવવા નવાબંદર મરીન પોલીસના પીએસએસ એસ.આઇ. મંધરાના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રવિણભાઇ બાલુભાઇ મોરી, પો.હેડકો. સરમણભાઇ ભોજાભાઇ છેલાણાએ બાતમીના આધારે તડ ગામના ત્રણ રસ્તા પાસે દીવથી આવતી હુન્ડાઇઆઇ-૧૦ મોટર કાર નંબર જી.જે.૧૧આઇ.જી.-૦રરરને રોકાવતા ચાલક જય ભૂપેન્દ્રભાઇ વ્યાસ રે. રાજકોટ વાળાએ છુપાવેલ પરપ્રાંતની ભારત બનાવટની ઇંગ્લીશ દારૂ વ્હીસ્કી દારૂની ૭પ૦ એમએમની બોટલ નંગ રર કિંમત રૂ. ૩૩૪૬પ તથા મોબાઇલ ફોન-ર મોટરકાર મળી કુલ રૂ.૪ લાખ ૩૪ હજાર ૯૬પનો મુદામાલ પકડી પાડી નવાબંદર મરીન પોલીસે લાવી ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

(11:51 am IST)