Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

જામનગરના જોગવડ ગામે રાજ્યમંત્રી જાડેજાના હસ્તે પ્રવેશદ્વારનું લોકાર્પણ

જોગેશ્વર મહાદેવ મંદિરના વાર્ષિક મહોત્સવ પ્રસંગે

જામનગર, તા.૧૦:જામનગર જિલ્લાના જોગવડ ગામે અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્વસિંહ જાડેજાએ જોગવડ ગામ પ્રવેશદ્વાર લોકાર્પણ કાર્યક્રમમાં જતા પહેલા આશાપુરા માતાજીના મંદિરે શ્રીફળ વધેરી દર્શન કર્યા હતા.

જામનગર જિલ્લાના જોગવડ ગામે સ્વશ્રી રામીબાઈ માવજીભાઈ વાસુની સ્મૃતિમાં બનેલ જોગવડ ગામ પ્રવેશદ્વારનું લોકાર્પણ મંત્રીશ્રી ધર્મેન્દ્વસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું. ગામના પ્રવેશદ્વારથી જોગેશ્વર મહાદેવના મંદિર સુધી ગામ લોકોએ મંત્રીશ્રીને વાજતે ગાજતે શણગારેલા બળદ ગાડામાં બેસાડી લઈ જવાયા હતા. આ તકે ગામના આગેવાનોએ મંત્રીશ્રીનુ શાલ ઓઢાડી ભાવભર્યુ સ્વાગત કર્યુ હતું. મંત્રીશ્રીએ જોગેશ્વર મહાદેવજીનાં ચરણોમાં શીશ નમાવી વંદન કર્યા હતા અને જોગેશ્વર મહાદેવજીના મંદિરનો છઠ્ઠો વાર્ષિક મહોત્સવ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ તકે મંત્રીશ્રીએ વાસુ પરિવાર દંપતિનું ફુલહારથી સન્માન કર્યું હતુ અને ગ્રામજનોને શુભેચ્છા પાઠવી હતી.

આ કાર્યક્રમમાં લગત વિભાગના અધિકારીશ્રીઓ, ગામના આગેવાનો તથા સમસ્ત ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.

(11:46 am IST)