Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

જોડીયામાં કડીયા સમાજ દ્વારા વિશ્વકર્મા જન્મજયંતીની ઉજવણી

જોડીયા તા.૧૦ : ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજના આરાધ્ય દેવ શ્રી વિશ્વકર્મા પ્રભુની જન્મજયંતી જોડીયાના કડિયા સમાજ દ્વારા જ્ઞાતિની વાડીમાં બિરાજતા શ્રી જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં શ્રી વિશ્વકર્મા પ્રભુનુ જ્ઞાતિના યુવાજનો હસ્તે પુજા અર્ચના આરતી ભકિતભાવ સાથે કરાઇ હતી.

આ પ્રસંગે શ્રી જડેશ્વર મહાદેવ દાદાનુ પણ રૂદ્રાભિષેક કરાયુ હતુ સમગ્ર ધાર્મિક વિધિ જોડીયાના ભૂદેવ ઉદયભાઇ શાસ્ત્રી દ્વારા સંપન્ન થઇ હતી. આ પ્રસંગે જ્ઞાતિ પ્રમુખ પરેશ ટી.ગોહિલની સાથે પરસોતમ ચૌહાણ, ભીખા આર ટાંક, આર.એમ.ટાંક, જે.એમ.ટાંક, દિપક એચ.ટાંક, ઉમેશ બી.ટાંક, હરીશ ગોહિલ, દિનેશ કાચા, હર્ષ આર. ટાંક વગેરે કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી અને સમુહમાં જ્ઞાતિજનોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.

મુળ જોડીયાના હાલ રાજકોટ રહેતા પપ્પુભાઇ એસ.ટાંક પરિવાર દર વર્ષે વિશ્વકર્મા પ્રભુની જયંતી પ્રસંગે ઉપસ્થિત રહીને આર્થિક યોગદાન આપતા રહ્યા છે.

(11:46 am IST)