Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

પોરબંદરમાં મુમુક્ષુ કલ્પના કુમારીની પ્રવજયા અવસરે ત્રિદિવસીય મહોત્સવ : મહામંત્ર પુજન

પોરબંદર, તા. ૧૦ : અહીં મુમુક્ષ કલ્પના કુમારીની પ્રવજયા પ્રસંગે સુવર્ણમયી ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરેલ છે. શાંતિનાથજી જિનાલયે સવારે પ્રભાતિયા યોજાયેલ બપોરે  મહામંત્ર પૂજન તથા સાંજે ૮-૩૦ વાગ્યે સંઘના બહેનોની સાંજી અને મહેંદી રસમ રાખેલ છે.

કાલે રવિવારે સવારે ૬.૩૦ કલાકે ભકતામર સ્ત્રોત પાઠ શ્રી શાંન્તિનાથજી જિનાલયે સવારે ૮.૩૦ કલાકે વર્ષીદાનયાત્રા, શ્રી શાન્તિનાથજી જિનાલયેથી વર્ષાદાનની યાત્રા શાન્તિનાથજી જિનાલયે પૂર્ણ થશે અને આયંબીલ શાળા ખાતે સાકરના પાણી.

બપોરે ૧.૦૦ કલાકે સ્વામિવાત્સલ્ય, ''હિરાભવન'' બપોરે ર.૩૦ કલાકે પંચકાલ્યાણકપૂજા ઉપાશ્રમ હોલ શ્રી શાંન્તિનાજી સ્નાત્ર પૂજા જૈન યુવક મંડળ ભણાવશે. રાત્રે ૮.૩૦ કલાકે- ભાવન, શ્રી કલયણી પાર્શ્વનાથ જિનાલય રાખેલ છે.

સોમવારે શાન્તિનાથજી જિનાલયે સવારે ૬.૩૦ કલાકે રત્નાકાર પચ્ચીશી બપોરે ૧ર.૩૯ કલાકે સિધ્ધચક પૂજન (વડોદરા નિવાસી શ્રી હેમંતભાઇ શાહ ભણાવશે) સાંજે પ.૩૦ કલાકે અલ્પાહાર -આયંબીલ શાળામાં સાંજે ૮.૩૦ કલાકે વિદાય સમારંભ ''હિરાભવન'' (વડોદરા નિવાસી શ્રી હેમંતભાઇ શાહ કરાવશે) સંગીત : શ્રી શાંન્તિનાથજી સ્નાતપુજા જૈન યુવક બેન્ડ મંડળના સથવારે યોજાશે.

સુરતમાં ત્રિદિવસીય કાર્યક્રમોમાં તા. રર મીએ સવારે આચાર્ય ભગવત પ્રવેશ અને વર્ષીદાન યાત્રા તા. ર૩ મીએ સવારે ૮.૩૦ કલાકે ભવ્ય સ્નાત્ર મહોત્સવ શ્રી વર્ધમાન જિના ભકિત મંડળ) અને કૌશિભાઇ બારોટના સથવારે સાંજે ૪.૩૦ કલાકે અંતિમ વાવણું  તથા તા. ર૪ મીએ વહેલી પરોઢે ૪.૧પ કલાકે દીક્ષા મંગળ વિધિનો પ્રારંભ સંવેદના : મનોજભાઇ ઘાટકોપર વાલા સંગીત : પારસભાઇ મહા સવારે ૮.૩૦ નવકારશી યોજાશે.

સુરતમાં દીક્ષા મહોત્સવ સીમંકર લક્ષરીયા પ્લોટ, ઓમકાર સૂરી, આરાધના ભવનની આગળ, વાસુદર્શનની સામે, પાલ, સુરત ખાતે યોજાશે.

રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ તથા ભકત સુદામાની ભૂમિ જયારે જૈન યાત્રાધામમાં પંચતિર્થી એવા ગઢાનાયક સર્વેશ્રી શાંન્તિનાથજી આશરે ૮પ૦ વર્ષ પૌરાણિક એવા પૂ. વાસુ પૂજય સ્વામી તિર્થકર તેમજ શ્રી કલ્યાણી પ્રાશ્વર્થનાથ આદિજૈન દેરાસર બિરાજમાન ચોવીસમાં તિર્થકર શ્રી મહાવીર તથા પોરબંદરથી વેરાવલ જતા કોસ્ટલ હાઇ. વે. ૮ (ઇ) પર અરબી સમુદ્ર કિનારે બસેલ બળેજ ગામે બિરાજતા જૈન તિર્થસ્થાનમાં અગ્રીમ સમુદ્રમાં સ્વયંભૂ મૂર્તિ સ્વરૂપે જૈન શાશનને પ્રભાવિત કરનાર પ્રાચીન -પૌરાણિક શ્રી બળેજ પાર્શ્વનાથ સાનિધ્ય પોરબંદર શ્રી શાંન્તિનાથજી પ્રભુ સન્મુખ પારેખ ચકલા, વિરજીભાઇ તાડા, જુમ્મા મસ્જીદ નજીક રહેતા વિશાશ્રીમાળી મુળ લાડોગર છ જૈન અરિહંત શરણશ્રી ધારભાઇ શાહ તથા ગરસ ભુરીબેન ધારશીયાભાઇના લાડલી પૌત્રી તથા અરહિંત શરણ ધર્મેય સર્વેશ્રી હરકીશનભાઇ શાહ ગં. સ્વ. માતા હર્ષિદાબેન સુપુત્રી માતા-પિતાના અરિહંત શરણ થયા બે ભાઇ હિતેષ-ભત્રીજા-બહેન) માતા તરીકે ફરજ પૂર્ણા કરી નાનાભાઇને ગૃહસ્થી જીવનમાં એક માસ પહેલા પ્રવેશ કરાવી સંસાર ત્યાગ કરી પોથી યાત્રા લોકકલ્યાણ જૈન શાસનને અમર રાખવા કુ.  કલ્પના ઉર્ફે કેલવુયાને લાડલી મુન્નીના તા. ર૪ ફાગણસુદ૯ ને મંગળવારના સુરતી મુકામે વહેલી પરોઢના સવારે ૪.૧પ વાગે. શ્વેતામ્બર જૈન (તપગર જૈન) પરંપરા પ્રમાણે સંસાર ત્યાગ કરી ભરયુવાન વય ૩પ વર્ષની ઉંમરે દિક્ષા ગ્રહણ કરશે.

(12:43 pm IST)
  • સુનાવણીના સીધા પ્રસારણ કરવા અરજી મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ : બંધારણીય અને મહત્વના રાષ્ટ્રીય મામલાની સુનાવણીનું સીધું પ્રસારણ કરવાની અરજીમાં કેન્દ્રને પોતાનો પક્ષ જણાવવા સુપ્રીમ કોર્ટે કહ્યું access_time 9:23 am IST

  • રાજકોટમાં આજ બપોરથી BSNLના નેટવર્કથી લોકો તોળા : BSNL ની ઓફીસ પર લોકોના ટોળા : BSNLના મો.નેટવર્કમાં પણ તોળા : લોકોને જવાબ મળતા નથી કોલ આવે છે પણ જતા નથી access_time 6:47 pm IST

  • મૈક્સિકોમાં ભૂકંપનો આંચકો : પશ્ચિમી પ્રશાંત કાંઠે 5,8ની તીવ્રતાનો ભૂકંપ : જલિસકો અને કોલીમાં રાજ્યની સીમા નજીક કિનારાથી 30 કી, મી, દૂર કેન્દ્રબિંદુ : નુકશાનના કોઈ અહેવાલ નથી access_time 9:22 am IST