Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

મોટી કુંકાવાવ ગામે ૪ દુકાનો તૂટી

  વડીયાના મોટીફૂકાવાવ ગામે ગત મોડી રાત્રીના સુમારે તસ્કર ટોળકીએ એકી સાથે ચાર જેટલી દુકાનના સટર તોડયા જેમાં ભૂમિ એગ્રો,એમબી મોબાઈલ,તેમજ અન્ય બે બીજી મોબાઇલની દુકાનના તાળા તોળી અંદાજીત ૭૦ થી ૮૦ હજારની માલ મત્ત્।ા ચોરી ગયાની ચર્ચા કુંકાવાવ તેમજ વડિયા શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની ગયેલ છે અમરેલી ચિતલ રોડ ઁ નગરમાં રહેતા અલ્પેશભાઈ જયતિભાઈ ગઢિયા એ વડિયા પોલીસ સ્ટેશને ફરિયાદ  કરી છે. અલ્પેશભાઈના જણાવ્યા મુજબ ૭ નગ મોબાઈલ કિં. રૂ.૩૫૫૦૦ ની ચોરી કરી ગયાની ફરિયાદ કરી છે. પોલિશ તસ્કર ટોળકી સુધી પહોંચી સકવામાં સફળ થશે કે પછી તસ્કર ટોળકીને લીલા લહેર જોવા મળશે આ અંગે ની તપાસ વડિયા પીએસઆઇ આર.યુ.ધામા ચલાવી રહયા છે. (તસ્વીર : જીતેશગીરી ગોસાઈ, વડિયા)

(11:47 am IST)