Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

જૂનાગઢમાં કોળી સમાજના ૨૫માં સમૂહલગ્ન

 જુનાગઢઃ સમસ્ત કોળી સમાજના ૨૫માં સમુહલગ્ન અખીલ ભારતીય કોળી સમાજ જુનાગઢ જિલ્લા પ્રમુખ સ્થાને યોજાયા હતા. જેમાં પર નવદંપતિઓ જોડાણા હતા. તેમને અભિનંદન પાઠવવા જુનાગઢ સંસદ રાજેશભાઈ ચુડાસમા, માંગરોડ ધારા સભ્ય બાબુભાઈ વાજા, કેશોદ ધારા સભ્ય જેઠાભાઈ જોરા, અખીલ ભારતીય કોળી સમાજ ગુજરાત મંત્રી કાળુભાઈ કડીવાર, મોહનભાઈ માંડવીયા, દેવાભાઈ માલમમાજી ધારાસભ્ય, જી.પી. કાઠી સાહેબ, જુનાગઢ સમાજ પ્રમુખ કે.ડી.સાગરકા, કાળુભાઈ ચાવડા જીસાનભાઈ હાલે પૌત્રા, રાજુભાઈ વંશ ઈવનગર સરપંચ સમજુભાઈ, સોલંકી માજી ડેપ્યુટી મેયર ગીતાબહેન માલમ, ગિરનાર ડોરી મંડળ પ્રમુખ રમેશભાઈ બાવળીયા, જુનાગઢ શહરેમાંથી મનુભાઈ ઝાલા, કરશનભાઈ ગોરડ, અરજનભાઈ ડોકલ, બાબુભાઈ ભરડા, દિનેશભાઈ વાઢીયા, મયુરભાઈ ડાકી, શૈલેષભાઈ વાઢીયા, સામંતભાઈ આત્રોલીયા, કરણાબાપા કારાલીયા, મોહનભાઈ ગરેજા, કાનાભાઈ ધરસેડા, તેમજ પાંદરીયા, ડુંગરપુર બીલખા, ખડીયા, છોડવડી, બામણગામ, નાના કાજળવાડા, મોરા કાલીયાણ, વાડલા, ધણુફુળીયા, મજેવડી, કણજા બીડીવીઝન પી.એસ.આઈ માલમ ટ્રાફિક, પી.એસ.આઈ. બાલસ  અન્ય આગેવાનોએ અભિનંદન પાઠવેલ હતા. આ કાર્યક્રમનું સંચાલન ભરતભાઈ બાલસ, પરસોતમભાઈ ભરડા, પંકજભાઈ ભરડા, તેમજ પ્રમુખ યોગેશભાઈ બાલસ, મહામંત્રી ગોરધનભાઈ કાનપરાએ કરેલ હતું. સમુહલગ્ન સમારંભના તસવીરો ગોરધનભાઈ કાનપરાએ કરેલ હતુ. (તસ્વીર મુકેશ વાઘેલા જુનાગઢ)

(11:37 am IST)
  • મૈક્સિકોમાં ભૂકંપનો આંચકો : પશ્ચિમી પ્રશાંત કાંઠે 5,8ની તીવ્રતાનો ભૂકંપ : જલિસકો અને કોલીમાં રાજ્યની સીમા નજીક કિનારાથી 30 કી, મી, દૂર કેન્દ્રબિંદુ : નુકશાનના કોઈ અહેવાલ નથી access_time 9:22 am IST

  • ગુજરાતમાં જાણે આગ લાગવાની મોસમ ખીલી હોય તેમ હવે આજે વલસાડના તુંબ ગામમાં એક કંપનીના ગોડાઉનમાં લાગી આગ : લાખ્ખોનું નુકસાન : ફાયરબ્રિગેડની ટીમ પહોચી ઘટના સ્થળે access_time 3:00 pm IST

  • ભારત અને પેલેસ્ટાઈન વચ્ચે છ કરારો થયાઃ પેલેસ્ટાઈનની મુલાકાતે ગયેલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સન્માન માટે પેલેસ્ટાઈનનો આભાર માન્યો : બંને દેશો વચ્ચે આરોગ્ય, પર્યટન અને રમત-ગમત ક્ષેત્રે કરારો થયા access_time 5:50 pm IST