Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

કોડીનાર ઉના ઝાપામાં ડ્રાઇવર વિના ટ્રેકટર દોડી જતા મુસ્લિમ મહિલાને ઇજા

કોડીનાર તા. ૧૦ : ઉના ઝાપા ચોકમાં આડેધડ પાર્કિંગના કારણે મોટી હોનારત સદનસીબે અટકી જતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

કોડીનાર ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં ટ્રેકટર ચાલકે ટ્રેકટર આડેધડ પાર્ક કરી કામ અર્થે ચાલ્યા ગયા બાદ ટ્રેકટર ડ્રાઇવર વિના અચાનક દોડવા લાગતા મુસ્લિમ ફેમેલી ટ્રેકટર હડફેટે આવી જતા મહિલાને ઇજા પહોંચી હતી. જ્યારે ત્યાં ઉભેલા લોકોએ સમય સુચકતા વાપરી ટ્રેકટરને રોકી લેતા મોટી દુર્ઘટના ટળી હતી. ત્યારે આડેધડ પાર્કિંગ કરી લોકોની જીંદગી સામે ખતરો ઉભો કરતા આવા તત્વો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા માંગણી ઉઠી છે.

(11:35 am IST)