Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

કાલે ગઢડા સ્વામીના શિક્ષાપત્રી મંદિરમાં ત્રિવેણી મહોત્સવ

ગઢડા (સ્વામી)ના તા. ૯ :.. શિક્ષાપત્રી ફાર્મમાં બોટાદ રોડ ઉપર તા. ૧૦ ને શનિવારે શિક્ષાપત્રી મંદિર પ્રથમ સ્તંભ સ્થાપન, વર્તમાન પ૦૦ પરમ હંસોનું ભાવ પૂજન, દિવ્ય શાકોત્સ્વ આ ત્રિવેણી મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન શાસ્ત્રી સ્વામી શ્રી ભકત પ્રિયદાસજી સ્વામી ગઢડા સ્વામીના ઘેલા કાંઠેના આશ્રમના કોઠારીશ્રીએ કરેલ છે.સદ્ગુરૂ શાસ્ત્રી સ્વામી શ્રી જ્ઞાન પ્રકાશદાસજી સ્વામી, ગાંધીનગર વાળાના અધ્યક્ષ સ્થાને આ પ્રસંગ ઉજવવામાં આવશે. આ પ્રસંગે પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮ વડતાલ પીઠાધિપતિ રાકેશ પ્રસાદજી મહારાજનું ભાવ પૂજન તથા વર્તમાન પ૦૦ પરમ હંસોનું પણ ભાવપૂજન કરવામાં આવશે.

મહોત્સ્વના મુખ્ય યજમાન રાજૂભાઇ ભોજાણી, રાજકોટવાળા રહેશે. ગઢપુર, વડતાલ, જુનાગઢ, ઢોલેરા, અમદાવાદ, ભુજ, મુળી, વિગેરે ધામેધામથી સંતો પધારી દર્શન, પ્રવચન અને આશિર્વાદનો અલભ્ય લાભ આપશે. અને હરિભકતો પણ ભાવપૂજન કરી આશિર્વાદ મેળવશે.

ગઢડા (સ્વામી)ના ઘેલા કાંઠે આશ્રમ ચલાવતા વિદ્વાન, પંડીત, વંદનીય, પૂજનય શાસ્ત્રી સ્વામી ભકિત પ્રિયદાસજીસ્વામી એ હરિભકતોને પરિવાર સાથે મહોત્સવમાં પધારવા આમંત્રણ પાઠવ્યુ છે.

પ્રથમ સ્તંભ સ્થાપન તથા પૂજન વિધી તથા સત્સંગ સભાનો સમય સવારના ૮ થી ૧ર-૩૦ તેમ સત્સંગી સેવક પત્રકાર અને મંત્રી મનસુખભાઇ એમ. પરમારની યાદીમાં જણાવ્યું છે.

(11:44 am IST)
  • પ્રતિબંધ છત્તા તેજાબના ખુલ્લેઆમ વેચાણ વિરૂદ્ધ થયેલી અરજી અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ ફટકારી : સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને તમામ રાજ્ય સરકારો પાસેથી જવાબ માંગ્યો : અરજીમાં સર્વોચ્ચ ન્યાયાલયના આદેશનું ઉલ્લંઘન થતું હોવાનું કહેવાયું છે access_time 9:22 am IST

  • ભારત - દક્ષિણ આફ્રિકા મહિલા થર્ડ વનડે : ડુ પ્રીઝે દક્ષિણ આફ્રિકાને જીત અપાવી : છતાં ટીમ ઈન્ડિયાએ શ્રેણી 2-1થી જીતી લીધી : સ્મૃતિ માંન્ધાનાને પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો access_time 12:56 am IST

  • મહિસાગરમાં ડમ્પીંગ યાર્ડ સામે ગ્રામજનોનો વિરોધઃ પોલીસ સાથે ઘર્ષણ થતા ટીયરગેસ છોડાયોઃ બાલાસિનોર નજીક ડમ્પીંગ યાર્ડનું કામ શરૂ થતા ગ્રામજનોના ટોળા દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન : ડીવાયએસપી પી.આઈ. સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો : ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયુ : ટોળાને કાબુમાં લેવા ટીયરગેસના ૩ સેલ છોડવામાં આવ્યા access_time 5:48 pm IST