Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

જુનાગઢમાં વહેલી સવારે એસબીઆઇનું એટીએમ તોડવાનો નિષ્ફળ પ્રયાસ

સતત ધમધમતા ઇગલ સામે તસ્કરોનો તરખાટ

જૂનાગઢ તા. ૧૦ :.. જૂનાગઢમાં આજે વહેલીસવારે એસબીઆઇનું એટીએમ તોડવાનો તસ્કરોએ નિષ્ફળ પ્રયાસ કરતાં હલચલ મચી જવા પામી છે.

શહેરમાં દોલતપરા પાસે રાજકોટ રોડ સ્થિત ઇગલ મંદિર સામે સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાનું એટીએમ આવેલ છે.

આજે વહેલી સવારના પાંચ  વાગ્યાની આસપાસ આ એટીએમમાં તસ્કરો ખાબકયા  હતા અને એટીએમને તોડવાનો પ્રયાસ કર્યો હતો જો કે તસ્કરોને સફળતા મળી ન હતી.

આ દરમ્યાન પેટ્રોલીંગમાં રહેલ પોલીસ નીકળતા   બે અજાણ્યા શખ્સો પોલીસને જોઇને નાસી ગયા હતાં. એટીએમ તોડવા માટે ગેસ કટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસે એટીએમનાં  સીસી ટીવી કેમેરાનાં  ફુટેજ મેળવવાની પોલીસે તજવીજ હાથ ધરી છે. બી. ડીવીઝન પી. આઇ. શ્રી વાળા વધુ તપાસ ચલાવી રહ્યા છે. (પ.૧૩)

(11:52 am IST)