Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

સૌરાષ્ટ્ર-કચ્છ સ્ટોક-એકસચેંજનો ઇ.એસ.આઇ. એકટ લાગુ પડતો નથીઃ મહત્વનો ચુકાદો

રાજકોટ તા.૧૦: સૌરાષ્ટ્ર કચ્છ સ્ટોક એકસચેન્જ, રાજકોટજે કંપની એકટ ૧૯૫૬ હેઠળ રજીસ્ટર થયેલ છે. તે સંસ્થાને ઇ.એસ.આઇ કોર્પોરેશને તા.૧/૪/૯૨ થી તા.૩૧/૧૨/૯૬ અને તા.૧/૧/૯૭ થી તા.૩૧/૩/૨૦૦૩ સુધીના સમય ગાળાનાં ઇ.એસ.આઇ કોન્ટ્રીબ્યુસન ભરવા અને આ રકમ ઉપર ૧૨ ટકા લખે વ્યાજની માંગણી કરેલી હતી અને કોર્પોરેશને સી.૧૧ની નોટીસ ઇસ્યુ કરેલી. ઇ.એસ.આઇ. એકટનાં સેકશન ૪૫-એ-નીચે હુકમ કરેલ હતો.

ઉપરોકત હુકમથી નારાજ થઇ સૌરાષ્ટ કચ્છ સ્ટોક એકસચેન્જ, રાજકોટને ઇ.એસ.આઇ. કોર્ટ સમક્ષ ઇ.એસ.આઇ. એકટ ૧૯૪૮ ના સેકશન ૭૫ મુજબની અરજી કરી રજુઆત કરેલી કે સંસ્થાને ઇ.એસ.આઇ. એકટ લાગુ પડતો નથી કારણ કે, સંસ્થાના કર્મચારીઓનો પગાર સબંધીત સમયે રાું. ૧૬૦૦ થી વધુ હતો. ત્યારે બાદના સમયમાં કર્મચારીઓનો માસીક પગાર રૂ.૨૫૦૦ થી વધુ હતો જયારે તા.૧/૧/૯૭ થી કર્મચારીઓનો માસીક પગાર રૂ.૬૫૦૦ થી વધારે હતો અને રૂ.૬૫૦૦ થી ઓછો પગાર માત્ર ત્રણ થી ચાર કર્મચારીઓનો હતો આથી સંસ્થાને ઇ.એસ.આઇ. એકટ લાગુ પડતો નથી અને સબંધીત કર્મચારીઓ, ''એમ્પ્લોઇ''ની વ્યાખ્યામાં આવતા નથી.

પક્ષકારોનો પુરાવો ધ્યાને લઇ તથા પક્ષકારોની દલીલોસાંભળી ઇ.એસ. આઇ.કોર્ટના જજ શ્રી પંડ્યાએ ચુકાદો આપી ઠરાવેલ છે કેઃ

માલીકને સાંભળ્યા સિવાય સદરહું કાયદો લાગુ પાડી શકાય નહી અને ઇ.એસ.આઇ. ઇન્સ્પેકટરે સબંધીત કામદારોના નિવેદનો તથા નામ,સરનામા, અને સહી ઇન્સ્પેકશન વગત લેવી જોઇએ. ઇ.એસ.આઇ. ઇન્સ્પેકટર શ્રીએ આવી કોઇ કાર્યવાહી કરેલ નથી આથી સદરહું કાયદો સૌરાષ્ટ કચ્છ સ્ટોક એકસચેન્જ, રાજકોટને ને લાગુ પડે છેએ સાબીત થતું નથી અને આથી સદરહું કેસ ઇ.એસ.આઇ. કોર્પોરેશનને રીમાન્ડ કરવામાં આવે છે અને આ અંગેનો નિર્ણય કોર્પોરેશને ૩ માસમાં લેવો તેવો ાદેશ કરેલ હતો.

આ કામમાં સૌરાષ્ટ કચ્છ સ્ટોક એકસચેન્જ, રાજકોટને તરફે એડવોકેટ શ્રી પી.આર.દેસાઇ, તથા સુનિલભાઇ વાઢેર, તથા સંજય નાયક એડવોકેટ તરીકે રોકાયેલ હતા.

(11:43 am IST)