Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

ગીર સોમનાથ જિલ્લા પંચાયતની ક્રિકેટ ટીમની ૨૦મીએ કોડીનાર ખાતે પસંદગી કરાશે

ગીર સોમનાથ તા. ૧૦ : સ્વ.બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટ અંતર્ગત આગામી ટુર્નામેન્ટ જિલ્લા પંચાયત સુરત દ્રારા યોજાનાર છે. જે ટુર્નામેન્ટમાં જિલ્લા પંચાયત, ગીર સોમનાથની ક્રિકેટ ટીમ ભાગ લેનાર છે. જેથી આ ક્રિકેટ ટીમના ખેલાડીઓની પસંદગી કરવા માટે તા.૨૦/૧/૧૮ ના શનિવારના રોજ બપોરે ૧૨ કલાકે અંબુજા ક્રિકેટ ગ્રાઉન્ડ, અંબુજાનગર, કોડીનાર ખાતે જિલ્લા પંચાયતના કર્મચારીઓ/ અધિકારીશ્રીઓ ખેલાડીઓની પસંદગી માટે ઓપન સિલેકશન માટેનું આયોજન કરાયું છે.

જિલ્લા પંચાયત તથા તેની તાબાની તમામ કચેરીઓના હંગામી/ કાયમી કર્મચારીઓ તથા પ્રાથમિક શાળાના શિક્ષકો/વિધાસહાયકો કે જેઓ હંગામી તથા કાયમી ધોરણે નિમણૂક પામેલ છે. આ સિલેકશનમાં કરાર આધારિત/ ૧૧-માસના ધોરણે નિમણૂક મેળવેલ કર્મચારી/ અધિકારીશ્રીઓ ભાગ લઈ શકશે નહિ. તેમજ સબંધિત કર્મચારી/અધિકારીશ્રીએ આ સિલેકશનમાં સ્વખર્ચે/સ્વેચ્છાએ નિયત સ્થળે ઉપસ્થિત રહેવા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે

સંકલન સમિતિની બેઠક

ગીર સોમનાથ જિલ્લા સંકલન સમિતિની બેઠક તા.૨૦/૦૧/૧૮ ને શનિવારના રોજ બપોરે ૧૨ કલાકે કલેકટરશ્રી અજયપ્રકાશના અધ્યક્ષસ્થાને સભાખંડ કલેકટર કચેરી, વેરાવળ ખાતે યોજાશે. જેમાં જિલ્લાના સબંધિત અધિકારીશ્રીઓએ ઉપસ્થિત રહેવા નિવાસી અધિક કલેકટરશ્રી ગીર સોમનાથની યાદીમાં જણવાયું છે.

(11:40 am IST)