Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

ગાંધીધામમાં વિદેશી પતંગબાજના થેલાની અને ભૂજમાં નવનીત પબ્લિકેશનના માલિકની બેગની ચીલઝડપ

ભૂજ, તા. ૧૦ :. ગાંધીધામ મધ્યે આયોજીત પતંગ મહોત્સવમાં ભાગ લેવા આવેલા સ્પેનના વિદેશી પતંગબાજના થેલાની ચીલઝડપ થતા પોલીસનું નાક કપાયું છે.

ગાંધીધામમાં ૧૧ દેશોના ૩૭ પતંગબાજો ભાગ લેવા આવ્યા હતા. જે પૈકી સ્પેનના પતંગબાજને ફાળવાયેલ સ્ટોલ પરથી આ પતંગબાજનો થેલો ઉપડી જતા તેમાં તેમનો પાસપોર્ટ, વિઝા, ઓળખપત્ર, ૧૦૦ યુરો હતા.

પોલીસે અજાણ્યા ઉડાઉગીરની તપાસ હાથ ધરી છે. બીજા બનાવમાં ભૂજ મધ્યે એસ.ટી. બસ સ્ટેશન વિસ્તારમાં પોતાની કાર પાર્ક કરીને સીએ પાસે ગયેલા નવનીત પબ્લીકેશનના માલિક બીપીન અમરચંદ ગાલાની કારમાંથી ૧ લાખની રોકડ અને ૧ લાખનું લેપટોપ એમ બે લાખની ચીલઝડપ થઈ હતી.

કારમાં બેઠેલા ડ્રાઈવરને અજાણ્યા શખ્સે રૂપિયા નીચે પડયા હોવાનું કહેતા એ રૂપિયા લેવા ડ્રાઈવર નીચે વળ્યો એટલીવારમાં લેપટોપ અને રૂપિયાની ઉઠાંતરી થઈ ગઈ હતી. આ અંગે ભૂજ એ-ડિવીઝન પોલીસે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

(11:37 am IST)