Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

વાંકાનેર બેઠક ઉપર જીતુભાઇ સોમાણીનો ભવ્‍ય વિજય

શરૂઆતથી જ આગળ રહયાઃ છેક સુધી લીડ જાળવી રાખીઃ કોંગ્રેસ પાસેથી બેઠક છીનવી લીધી

તસ્‍વીરમાં જીતુભાઇ સોમાણીનો વિજય થતા સમર્થકો દ્વારા ભવ્‍ય વિજય ઉત્‍સવ ઉજવાયો હતો. જે તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીરઃ લિતેશ ચંદારાણા-વાંકાનેર)

(મહમદ રાઠોડ-લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા., ૮: સૌરાષ્‍ટ્રની ખુબ જ પ્રતિષ્‍ઠાના જંગ સમી બનેલી વાંકાનેરની બેઠક ઉપર ભાજપના અગ્રણી અને રઘુવંશી સમાજના આગેવાન જીતુભાઇ સોમાણીનો ૧૩ હજાર મતથી ભવ્‍ય વિજય થયો છે. જો કે હજુ ર ઇવીએમમાં ખામી સર્જાતા તેની ગણતરી બાકી છે તેઓ લગભગ ૧૪૮૬૦  મતથી જીતી રહયા હોવાનું જાણવા મળ્‍યું છે.

ભાજપના ઉમેદવાર જીતુભાઇ સોમાણીનો વિજય થતા વાંકાનેર બેઠક તેઓએ કોંગ્રેસ પાસેથી છીનવી લીધી છે.

ભાજપ મોવડી મંડળ દ્વારા વાંકાનેરના ભાજપના વરિષ્‍ઠ અગ્રણી જીતુભાઇ સોમાણીને ટીકીટ આપવામાં આવી હતી અને તેઓએ પણ ભાજપને જીતાડીને તેમના ઉપર મુકેલો ભરોસો ચરીતાર્થ કર્યો છે.

છેલ્લા ઘણા સમયથી આ બેઠક કોંગ્રેસના ઉમેદવાર જાવેદ પીરજાદા પાસે હતી પરંતુ જીતુભાઇ સોમાણીએ કરેલા લોક ઉપયોગી કામના કારણે જીતુભાઇ સોમાણીનો ભવ્‍ય વિજય થયો છે.

જીતુભાઇ સોમાણીનો ભવ્‍ય વિજય થતા અત્‍યારે બપોરે આ લખાય છે ત્‍યારે તેમનો વિજય ઉત્‍સવ શરૂ થયો છે. જેમાં મોટી સંખ્‍યામાં ભાજપના આગેવાનો-કાર્યકરો અને  શહેરીજનો તથા ગ્રામ્‍ય વિસ્‍તારોમાંથી લોકો ઉમટી પડયા છે.

(4:33 pm IST)