Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

ગોંડલના નાના ઉમવાડા ગામ પાસે કાર પલ્ટી જતાં યુવાનનું મોત નીપજ્યું

ગોંડલ : ગોંડલ નાના ઉમવાડા રોડ ઉપર કાર પલટી મારી જતા સર્જાયેલ અકસ્માત માં હડમતાળા ના આશાસ્પદ યુવાનનું અકાળે મોત નીપજ્યું હતું, તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી.

ગોંડલ તાલુકાના હડમતાળા ગામના અને રાજકોટ કારખાનું ધરાવતા કલ્પેશભાઈ વલ્લભભાઈ વિરડીયા ગત રાત્રિના પોતાની આઈ ટેન કાર જીજે વન એ એમ 5371માં રાજકોટથી હડમતાળા તરફ આવી રહ્યા હતા ત્યારે નાના ઉમવાડા ગામ પાસે કાર પલટી જતા સર્જાયેલ અકસ્માતમાં આશાસ્પદ યુવાનનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અકસ્માતની જાણ તાલુકા પોલીસના જમાદાર એચ એ ખાચર ને થતા ઘટના સ્થળે દોડી ગયા હતા યુવાનના મૃતદેહને ગોંડલ સરકારી દવાખાને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો.

કલ્પેશભાઈ વિરડીયા બે ભાઇ અને એક બહેન ના પરિવારમાં સૌથી મોટા હતા અને પરિવારના આધારસ્તંભ મોટા ભાઈનું અકાળે નિધન થતા પરિવાર શોકમગ્ન બન્યો હતો કલ્પેશભાઇને સંતાનમાં એક પુત્રી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. હડમતાળા ગામે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું આયોજન કરાયેલ હોય કલ્પેશભાઈ પ્રસંગમાં હાજરી પુરાવા રાજકોટથી હડમતાળા તરફ આવી રહ્યા હતા.

(12:52 pm IST)