Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

મોરબીના ૫ થી ૬ મતદાન મથકો ઉપર સાંજે પાંચ વાગ્યા પછી પણ લાઈનો : અમરેલીમાં ૧ જગ્યાએ અને કચ્છમાં બે જગ્યાએ મતદાન પૂર્ણ થયા બાદ પણ ટોકન આપીને મતાધિકારનો ઉપયોગ કરવા તંત્ર દ્વારા કામગીરી

વિધાનસભા ચૂંટણી અંતર્ગત આજે સાંજે ૫ વાગ્યે મતદાન પૂર્ણ કરવામાં આવે છે, પરંતુ તંત્ર દ્વારા પાંચ વાગ્યા પહેલા મતદાન મથકે આવેલા મતદારોને મતાધિકારનો ઉપયોગ કરવાનો લાભ મળે તે હેતુથી ટોકન આપીને મતદારોની લાઈનો કરવામાં આવી છે, જેમાં મોરબીમાં ૫ થી ૬ જગ્યાએ જયારે કચ્છમાં બે થી ત્રણ જગ્યાએ અને અમરેલીમાં એક મતદાન મથકે મતદારોની લાઈનો છે.

 

(5:47 pm IST)