Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

કચ્છમાં સંખ્યાબંધ ઈવીએમ મશીનોમાં ખામી સર્જાઈઃ પૂર્વ મુખ્યમંત્રી સુરેશભાઈ મહેતાનો આક્ષેપ

ભુજ : રાજયના પૂર્વ મુખ્યમંત્રી સુરેશભાઈ મહેતાએ આક્ષેપ કરતા જણાવ્યુ છે કે, વિધાનસભાની ચૂંટણી દરમિયાન આજે અનેક ઈવીએમ મશીનોમાં ફોલ્ટ જોવા મળ્યા છે, આ ઉપરાંત કન્ટ્રોલ યુનિટ અને વીવીપેટમાં પણ ખામી સર્જાઈ છે, જેથી તંત્ર દ્વારા યોગ્ય કરવામાં આવે તેવી માંગણી કરાઈ છે. કચ્છના માંડવીમાં સૌથી ઉંચુ અને ગાંધીધામમાં સૌથી નીચુ મતદાન થયાનું જાણવા મળ્યુ છે.

 

(5:47 pm IST)