Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

ધોરાજી બેઠકના ભાજપના ઉમેદવાર હરિભાઇ પટેલનું ધોરાજીમાં મતદાન નહી

ધોરાજીમાં શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભ કોંગ્રેસના લલીત વસોયાએ આદર્શ સ્કૂલ ખાતે મતદાન કર્યું મોટી હવેલીના પૂ.ગૌ. અભિષેક બાવાએ મતદાન શાળા નં.૩ ખાતે કયું. (તસ્વીર : હિતેશ રાઠોડ -ધોરાજી)

ધોરાજી, તા. ૯ : ધોરાજી-ઉપલેટા વિધાનસભા સીટમાં આજે સવારે ૮ કલાકે મતદાનનો શાંતિપૂર્ણ પ્રારંભ થયો હતો. મતદાનના પ્રારંભુ સાથે કુલ ૧૭ ઉમેદવારો હોવાથી ર૬પ મતદાન મથકો ઉપર ચાંપતા પોલીસ બંદોબસ્ત સાથે રપ૦૦૯૭ મતદારો સાંજના પાંચ વાગ્યા સુધીમાં ભાવિશીલ કરશે...

કોંગ્રેસના ઉમેદવાર લલીતભાઇ વસોયાએ સવારે ૮ વાગ્યે જ મતદાનના પ્રારંભ સાથે પોતાનો મત ધોરાજીની કે.ઓ. શાહ આદર્શ સ્કૂલ ખાતે મતદાન કરેલ હતું.

જયારે ભાજપના ઉમેદવાર હરિભાઇ પટેલ આ વિસ્તારમાં મતદાન કરી શકશે નહીં કારણ કે હરિભાઇ પટેલ રાજકોટના મતદાર છે અને હરિભાઇ હાલમાં ધોરાજી ઉપલેટા વિસ્તારમાં હાજર છે ત્યારે રાજકોટ મતદાન કરવા માટે જવું મુશ્કેલ બનશે..

૧૭ ઉમેદવારોમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે જંગ

કુલ ૧૭ ઉમેદવાર મેદાનમાં છે જેમાં ખાસ કરી ભાજપ-કોંગ્રેસ વચ્ચે જંગ ખેલાયો છે અને આ સીટ ઉપર લેવા-કડવા પાટીદારોના જેમ સામે ૧ાા લાખ ઇતર સમાજના મતદારો નિર્ણાયક બનશે એમાં કોઇ બેમત નથી.

૮ તારીખની રાત્રી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો મતદારોને રીઝવવા માટે મોડી રાત્રી સુધી તોડજોડનાની મીટીંગનો યોજાઇ હતી જે આજે વ્હેલી સવાર સુધી ચાલેલ.

જોઇએ કોનું ભાવી મતદારો શીલ કરશે તે તો મતગણત્રી બાદ જાણવા મળશે.

ધોરાજી મોટી હવેલીના પરિવાર મતદાન કર્યું

ધોરાજી મોટી હવેલીના પૂ.ગૌ. અભિષેકકુમાર મહોદયએ તેમના પરિવાર સાથે શાક માર્કેટ સામે આવેલ શાળા નં.૩ અને લોકશાહીની ફરજ સમજી સૌથી પહેલા મતદાન કરી લોકશાહીમાં સંતો એ પણ ઉદારણ પાડેલ હતું.

(11:35 am IST)