Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

જામકંડોરણામાં મંત્રી જયેશ રાદડીયા મતદાન કરવા આવ્યા ત્યાં જ ઇવીએમ મશીન બંધ થઇ ગયું

ધોરાજી તા.૯ : જામકંડોરણા વિધાનસભાની ચૂંટણીમાં આજે સવારે મંત્રી જયેશભાઇ રાદડીયાએ વહેલી સવારે માતા તથા દાદા અને વડીલોના આશીર્વચન લઇ જામકંડોરણાની તાલુકા શાળા ખાતે મતદાન કરેલ. આ તકે જયેશભાઇ રાદડીયાએ જણાવેલ કે જામકંડોરણા વિસ્તારોના વિકાસના કામો આખે વળગે છે અને હું મોટી લીડ સાથે જીતીશ. જામકંડોરણાના મતદાન મથકો પર મોટી લાઇનો લાગેલ છે. સાજડીયાળી ગામે રાજકોટ ડેરીના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયાએ પણ મતદાન કરેલ હતુ. ગ્રામ્ય વિસ્તારોમાં સવારે મતદારોની લાઇનો લાગેલ છે. લોકોને મતદાનમાં ભારે ઉત્સાહ જોવા મળેલ છે.

જયારે મંત્રી જયેશભાઇ રાદડીયા મતદાન કરવા આવતા ઇવીએમ બંધ થતા અફડા-તફડી મચી ગયેલ અને ચૂંટણી અધિકારીઓને રજુઆત થતા નવુ ઇવીએમ મશીન મુકેલ અને લોકોની લાઇનો લાગેલ હતી.

(12:01 pm IST)