Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

સોમનાથ મંદિરની બાજુમાં મુખ્ય બજારમાં ગટર છલકાતા ગંદા પાણીની રેલમ-છેલમઃ મંદિર સુધી પાણી પહોંચ્યા

પ્રભાસ પાટણ તા. ૯ :.. મુખ્ય બજાર સોમનાથ મંદિરની બાજુમાં પૂરી થાય છે આ મંદિરની બાજુમાં જે ખરાબ પાણીનાં નિકાલની જે ગટર આવેલ છે તે છલકાતા આ દુર્ગંધ મારતું પાણી આખા રોડ ઉપર રેલમછેલમ જોવા મળેલ અને રોડ ઉપર પાણી ભરાયા બાદ મંદિર સુધી પાણી ગયેલ છે.

સોમનાથ મંદિરની બાજૂમાં આ ગટર વારંવાર કચરો ભરાવાને કારણે છલકાય છે અને ગંદુ પાણી રોડ ઉપર ફેલાય છે. આ રસ્તો પ્રભાસ પાટણનો મુખ્ય બજાર છે. જેનાં કારણે લોકોની અવરજવર વધુ રહે છે તેમજ સોમનાથ મંદિરનાં યાત્રીકો આ રોડ ઉપરથી પસાર થતા હોય છે અને આવા ખરાબ દુર્ગંધ મારતા પાણીમાંથી પસાર થવું પડે છે. અને આ ગટર ઉભરાવાનો પ્રશ્ન વારંવાર બને છે છતાં તેનો કાયમી ધોરણે કોઇ ઉકેલ શોધવામાં આવતો નથી.

આ ખરાબ પાણીનો કાયમી ધોરણે ઉકેલ લાવે અથવા ગટરોને વ્યવસ્થિત સફાઇ કરે જેથી પાણી ભરાવાનો પ્રશ્ન ન રહે અને બજારમાંથી અવર-જવર કરતા લોકોને રાહત મળે તેવું લોકો ઇચ્છી રહેલ છે. (પ-૭)

 

(10:04 am IST)