Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

આટકોટ કૈલાસનગરની શાળામાં થોડીવાર ઇવીએમ મશીનમાં ફોલ્ટ સર્જાયો

આટકોટ તા.૯ : આજે સવારથી વિધાનસભાની ચૂંટણી અંતર્ગત મતદાન કરવામાં આવી રહ્યુ છે. ત્યારે જસદણ તાલુકાના આટકોટમાં કૈલાસનગર વિસ્તારમાં આવેલ સ્કુલમાં બુથ નં.૬માં ઇવીએમ મશીન ખરાબ થઇ જતા મતદાન અટકાવી દેવાની ફરજ પડી હતી.

મશીનમાં ફોલ્ટ સર્જાતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. જો કે થોડીવાર બાદ આ ઇવીએમ મશીન ચાલુ થઇ જતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

 

(9:35 am IST)