Gujarati News

Gujarati News

News of Tuesday, 9th November 2021

મોરબી પંથકના કારખાનાઓમાંથી વાલ્વની ચોરી કરનાર બેને એલસીબીએ ઝડપી લીધા

ચોરાઉ ૨.૫૦ લાખનો મુદ્દામાલ કબ્જે : ચોરી કરનાર રોહિત અને ચોરાઉ માલ લેનાર દુકાનદાર સંતોષકુમારની ધરપકડ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૯ : મોરબી પંથકમાં આવેલ અલગ અલગ સિરામિક કારખાનામાંથી પ્રેસ પ્રપોઝનલ વાલ્વની ચોરી થઇ હોય જે ચોરીના બનાવમાં એલસીબી ટીમે બે આરોપીને ઝડપી લઈને ચોરી થયેલ ૨.૫૦ લાખનો મુદામાલ કબજે લઈને વધુ તપાસ ચલાવી છે.

મોરબી જીલ્લા એસપી એસ આર ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે સિરામીક ઉદ્યોગમાં પ્રેસ વિભાગમાં વપરાતા પ્રપોઝનલ વાલ્વ ચોરી કે છળકપટથી મેળવી એક ઇસમ વેચાણ કરવા રફાળેશ્વર હાઈવે રોડ પર ઉભો હોય જે બાતમીને આધારે તપાસ કરતા રોહિત રાજેશભાઈ સાણંદીયા વાળા ઈસમને બે વાલ્વ સાથે ઝડપી લીધો હતો અને જે વાલ્વ પોતે લખધીરપુર રોડ પર આવેલ અલંકાર હાઈડ્રોલીંક નામની દુકાન વાળા સંતોષકુમાર છીટીલાલ હનુમાન ગૌતમ નામના ઈસમને વેચાણ આપેલ હોવાનું જણાવતા તપાસ કરતા આરોપીની દુકાનેથી ચોરીનો વાલ્વ મળી આવતા આરોપી રોહિત રાજેશ સાણંદીયા રહે નાની વાવડી અને સંતોષકુમાર છીટીલાલ હનુમાન ગુરમ રહે સો ઓરડી રોડ મોરબી ૨ મૂળ યુપી વાળાને ઝડપી લઈને ચોરી થયેલ ત્રણ નંગ વાલ્વ કીમત રૂ ૨,૫૦,૦૦૦ ની મુદામાલ જપ્ત કર્યો છે.

ઝડપાયેલ આરોપી રોહિત સાણંદીયા નામનો ઇસમ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે જે વર્ષ ૨૦૨૦ માં એ ડીવીઝન પોલીસ મથકમાં ઘરફોડ ચોરીના ગુન્હામાં પકડાયો હતો અને વધુ એક ચોરીના ગુન્હામાં આરોપી મુદામાલ સાથે ઝડપાયો છે ત્યારે એલસીબી ટીમે આરોપીની વધુ પૂછપરછ ચલાવી છે

આ કામગીરીમાં એલસીબી પીઆઈ વી બી જાડેજા, પીએસઆઈ એન બી ડાભી, એ ડી જાડેજા, રજનીકાંત કૈલા, સંજયભાઈ પટેલ, દિલીપ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, શકિતસિંહ ઝાલા, ચંદુભાઈ કણોતરા, સંજયભાઈ મૈયડ, પૃથ્વીરાજસિંહ જાડેજા, નીરવભાઈ મકવાણા, જયેશભાઈ વાઘેલા, સહદેવસિંહ જાડેજા, ચંદ્રકાંત વામજા, વિક્રમભાઈ ફૂગસીયા, નિર્મળસિંહ જાડેજા ભરતભાઈ જીલરીયા, ભગીરથસિંહ ઝાલા, બ્રિજેશભાઈ કાસુન્દ્રા, અશોકસિંહ ચુડાસમા, સતીષ કાંજીયા હરેશ સરવૈયા, દશરથસિંહ પરમાર, દશરથસિંહ ચાવડા સહિતની ટીમ જોડાયેલ હતી.

(12:51 pm IST)