Gujarati News

Gujarati News

News of Tuesday, 9th November 2021

અંજારમાં નવા વર્ષે સ્‍ટેટ બેંકના એટીએમમાં આગ : ૨ લાખની રોકડ ખાખ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૯:  અંજારમાં ખડીયા તળાવ પાસે સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડિયાના એટીએમ મશીનમાં આગ લાગી હતી.
નવા વર્ષની રાત્રે ૧૦.૩૦ વાગ્‍યે એકાએક લાગેલી આગને પગલે લોકોએ ફાયર ફાઇટરને જાણ કરી હતી. જોકે, ફાયર ફાઈટર આગ બુઝાવે તે પહેલાં જ અંદર રહેલ ૨ લાખ ૧૨ હજારની રોકડ રકમ ઉપરાંત બે સીસી ટીવી, ૨ એસી સહિતનો મુદામાલ બળીને ખાક થઈ ગયો હતો. પોલીસે ગુનો નોંધી વધુ આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરી છે.

 

(12:40 pm IST)