Gujarati News

Gujarati News

News of Tuesday, 9th November 2021

જૂનાગઢમાં હેમાબેન આચાર્યની મુલાકાત લેતા રામભાઇ મોકરીયા

 જૂનાગઢ : તાજેતરમાં રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ માજી આરોગ્ય મંત્રી શ્રી હેમાબેન આચાર્યની શુભેચ્છા મુલાકાત લીધી હતી. દરમિયાન એકાદ કલાકનું રોકાણ કરી જુના પારીવારીક સ્મરણો યાદ કર્યા હતા અને વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચાઓ કરી હતી અને રાજ્ય સરકાર દ્વારા મંત્રી મંડળમાં તેમજ અન્ય જગ્યા ભુદેવોને અપાયેલ સ્થાન બદલ સરકારશ્રી પ્રત્યે આભારની લાગણી વ્યકત કરેલ અને આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં વધુમાં વધુ લોકો ભાજપમાં જોડાય સંગઠન મજબૂત બને તે માટે સમસ્ત બ્રહ્મસમાજ પણ સાથે હોવાનો આ બાબતે રાજીપો વ્યકત કર્યો હતો. આ મુલાકાત દરમિયાન રામભાઇ મોકરીયા સાથે તેમના ધર્મપત્નિ તેમજ સૌરાષ્ટ્ર - કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના પૂર્વ પ્રમુખ છેલભાઇ જોષી પણ ઉપસ્થિત રહ્યા હતા. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા)

(10:33 am IST)