Gujarati News

Gujarati News

News of Tuesday, 9th November 2021

જૂનાગઢ ધ ફન લિયો રિસોર્ટની મહેમાનગતિ માણતા રામભાઇ મોકરિયા

 જુનાગઢ : તાજેતરમાં રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ ગિરનાર દરવાજા પાસે આવેલ ધ ફર્ન લિયો રિસોર્ટની પરિવાર સાથે મહેમાનગતિ માણી રિસોર્ટના માલિક વિપુલભાઇ કોટેચાનો આભાર વ્યકત કર્યો હતો. રામભાઇ તેમના ભાઇ ખીમજીભાઇ મોકરીયાની પુત્રીની સગાઇ પ્રસંગે પરિવાર સાથે જુનાગઢ આવેલ અને સમગ્ર સગાઇ વિધિ લિયો રિસોર્ટ ખાતે રાખવામાં આવેલ અને રાત્રી રોકાણ ત્યાં જ કરેલ. ફાઇવ સ્ટાર હોટલમાં મળતી તમામ ભૌતિક સુવિધા અહીં ઉપલબ્ધ જોઇ રામભાઇ મોકરીયાએ ખુશી વ્યકત કરી. વિપુલભાઇ કોટેચાનો આભાર વ્યકત કર્યો હતો. ઉપરોકત તસ્વીરમાં રામભાઇ મોકરીયા સાથે ખુશખુશાલ મુદ્રામાં વિપુલભાઇ કોટેચા સાથે સૌરાષ્ટ્ર - કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના પૂર્વ પ્રમુખ છેલભાઇ જોષી તથા જુનાગઢ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ કે.ડી.પંડયા અને ભોજન લેતા આ મહાનુભાવો નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)

(10:32 am IST)