Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

ટંકારાથી જબલપુર જવા લિફટ લીધી, બાઇક સ્લીપ થયું અને ગોરધનભાઇ ફેફરનું મોત

જબલપુરના પટેલ વૃધ્ધે રાજકોટ હોસ્પિટલમાં દમ તોડતાં અરેરાટી

રાજકોટ તા. ૯: મોરબીના જબલપુરના પટેલ વૃધ્ધનું ટંકારા-જબલપુર વચ્ચે બાઇક સ્લીપ થતાં પાછળ બેઠા હોઇ પડી જવાથી ઇજા થતાં મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

જબલપુર રહેતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં ગોરધનભાઇ લીંબાભાઇ ફેફર (ઉ.વ.૬૫) નામના પટેલ વૃધ્ધ તા. ૬ના રોજ કામ સબબ ટંકારા ગયા હતાં. ત્યાંથી જબલપુર આવવા ગામના એક વ્યકિતના બાઇકમાં લિફટ લીધી હતી. દરમિયાન ટંકારા-જબલપુર વચ્ચે બાઇક સ્લીપ થતાં ગોરધનભાઇ પાછળથી પડી જતાં ગંભીર ઇજા થતાં રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ સવારે દમ તોડી દીધો હતો.

મૃત્યુ પામનાર ગોરધનભાઇ પાંચ ભાઇમાં ત્રીજા હતાં. સંતાનમાં બે પુત્રી છે. રાજકોટ પોલીસે પ્રાથમિક કાર્યવાહી કરી ટંકારા પોલીસને જાણ કરી હતી.

(1:07 pm IST)